સૌથી મોટા ડોળા કાઢવાનો પણ વર્લ્ડ રેકૉર્ડ છે બોલો
સૌથી મોટા ડોળા કાઢવાનો પણ વર્લ્ડ રેકૉર્ડ છે બોલો
વિશ્વ રેકૉર્ડ બનાવવા માટે લોકો વિચિત્ર હરકત કરતા હોય છે. જોકે અનેક વખત લોકો એવા વિચિત્ર રેકૉર્ડ બનાવતા હોય છે કે વાત ન પૂછો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિડિયો અપલોડ કરાયો છે જેમાં કિમ ગુડમૅન નામની મહિલા ડોળા કાઢે છે. તેના ડોળા આંખની પાંપણની બહાર લગભગ ૧૨ મિલીમીટર જેટલા બહાર નીકળી આવે છે. આ વિડિયો જોનારા એક યુઝરનું કહેવું છે કે ભલે જોવામાં ડરામણું છે, પણ વારંવાર જોવાનું મન થાય છે અને સવાલ થાય છે કે આંખના ડોળા આટલાબધા બહાર કેવી રીતે નીકળતા હશે?