NDRFની ટીમો તહેનાત : આર્મી અને નેવી અલર્ટ પર : ઓડિશા અને નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં પણ ભારે વરસાદ પડશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે આજે મધરાતે પશ્ચિમ બંગાળના કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકશે અને એ સમયે ૧૧૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં ભારે વરસાદ પડશે. કોઈ પણ કટોકટીભરી સ્થિતિને પહોંચી વળવા માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમોને તહેનાત કરી દેવાઈ છે. આર્મી અને નેવીને અલર્ટ પર રહેવાનો આદેશ અપાયો છે.
હવામાન ખાતાએ આશંકા વ્યક્ત કરી છે કે પશ્ચિમ બંગાળના નૉર્થ અને સાઉથ ૨૪ પરગણા જિલ્લા ઉપરાંત મિદનાપુરમાં માટીનાં ઘરો તૂટી પડવાની શક્યતા છે. આ સિવાય ઊભા પાકને ભારે નુકસાન થવા ઉપરાંત મોટાં વૃક્ષો પણ તૂટી પડવાની શક્યતા છે. વાવાઝોડામાં ભારે પવનને કારણે વીજળીના થાંભલા અને કમ્યુનિકેશન લાઇનોને પણ ભારે નુકસાન પહોંચવાની શક્યતા છે.
રવિવારે વાવાઝોડાના લૅન્ડફૉલ બાદ સોમવારે પણ વરસાદ સાથે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે. ભારતીય સમુદ્રમાં પ્રી-મૉન્સૂન વાવાઝોડાં સામાન્ય છે. જોકે એપ્રિલમાં એક પણ વાવાઝોડું આવ્યું નહોતું, મેનું આ પહેલું વાવાઝોડું છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)