Thane Suicide: છોકરીને તેના કોઈ કઝિન સાથે પ્રેમ થયો. પરિવારે આ રિલેશનશીપનો વિરોધ કર્યો હતો. જેનાથી દુઃખી થઈને કિશોરીએ આ પગલું ભર્યું હતું
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી દુઃખદ ઘટના સામે આવી છે. થાણેમાં એક 16 વર્ષની કિશોરીએ તેના ઘરે કથિત રીતે આત્મહત્યા (Thane Suicide) કરી લઈને જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. કહે છે કે તેનું તેના કોઈ કઝિન સાથે અફેર ચાલતું હતું. પરિવારે આ રિલેશનશીપનો વિરોધ કર્યો હતો. જેનાથી દુઃખી થઈને કિશોરીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તિલક નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આ વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે ડોમ્બિવલી વિસ્તારના ખંબલપાડા ખાતે બની હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે (Thane Suicide) આ કિશોરીએ તેના પરિવારને જાણ કરી હતી કે તેને તેના મામાના ૨૫ વર્ષના પુત્રની સાથે પ્રેમ થઈ ગયો છે. જે થાણેના ઉલ્હાસનગર વિસ્તારમાં રહે છે. આ વાત જાણ્યા બાદ તેનાં માતા-પિતા ખૂબ જ ગુસ્સે થઈ ગયાં હતાં. તેઓએ રિલેશનશીપનો ઉગ્ર વિરોધ પણ કર્યો હતો. તેટલું જ નહીં તેઓએ પોતાની દીકરીને ઘણું કરીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેમના પ્રયાસો જાણે નિરર્થક રહ્યા હતા. દીકરી કોઈ પણ ભોગે આ રિલેશનશીપ તોડવા માગતી નહોતી.
ADVERTISEMENT
ત્યારબાદ મંગળવારની બપોરે તેણે પોતાનું જીવન જ ટૂંકાવી નાખવાનું નક્કી કર્યું. કિશોરીએ કથિત રીતે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈને (Thane Suicide) આત્મહત્યા કરી લીધી હતી. દીકરીના આ પગલાથી પરિવાર આઘાતમાં છે. એમ અધિકારીએ જણાવ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર પરિવારના સભ્યો દ્વારા કિશોરીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. કિશોરીની ડેડબૉડીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. અત્યારે પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોતાના કૉલને અવગણતી કિશોરી પર હુમલો યુવકે
Thane Suicide: એક બીજી ચોંકાવનારી ઘટના વિષે વાત કરીએ તો એક અજાણ્યા શખ્સે વારાણસીથી મુંબઈ મુસાફરી કરીને પોતાના કૉલને અવગણતી કિશોરી પર હુમલો કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વારાણસીના એક 19 વર્ષીય યુવકની પશ્ચિમ મુંબઈમાં એક કિશોરવયની છોકરી પર કથિત રીતે હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હુમલો કરવાનું કારણ એ જ હતું કે આ છોકરી યુવકના કૉલનો જવાબ આપતી નહોતી. આરોપી રાહુલ સિંહે 24 મેના રોજ કાંદિવલી (પશ્ચિમ)ના સંજય નગરમાં ગોસાલિયા રોડ પર 17 વર્ષીય છોકરીને જ્યારે તે એક મિત્ર સાથે ફરવા જઈ રહી હતી ત્યારે નિશાન બનાવી હતી. આરોપી યુવકે કથિત રીતે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને રસ્તાની બાજુમાં પડેલી ઈંટ ઉપાડી અને તેને તેના માથા પર ઝીંકી હતી. વળી તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું.


