વેસ્ટર્ન રેલવેમાં બોરીવલીથી ભાઈંદર દરમ્યાન શનિવારે મધરાત બાદ ૧૨.૧૫ વાગ્યાથી વહેલી સવારના ૩.૪૫ વાગ્યા સુધી ફાસ્ટ ટ્રૅક પર બ્લૉક રહેશે
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં થાણે અને ડોમ્બિવલી સ્ટેશન પર પ્લૅટફૉર્મની લંબાઈ વધારવાની હોવાથી શનિવાર રાતના ૧૨ વાગ્યાથી રવિવારે સવારના ૧૦ વાગ્યા સુધીનો સ્પેશ્યલ ટ્રાફિક ઍન્ડ પાવર બ્લૉક લેવામાં આવ્યો છે. એથી મુલુંડથી થાણે અને દિવાથી ડોમ્બિવલી દરમ્યાન બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રૅક પર ટ્રેનો દોડશે નહીં. હાર્બર લાઇનમાં કોઈ બ્લૉક નથી. જ્યારે કે ટ્રાન્સહાર્બર લાઇનમાં થાણેથી વાશી-નેરુળ વચ્ચે સવારના ૧૧.૧૦થી ૪.૧૦ વચ્ચે બ્લૉક રહેશે અને બન્ને તરફી ટ્રેનો બ્લૉકના સમયમાં દોડશે નહીં.
વેસ્ટર્ન રેલવેમાં બોરીવલીથી ભાઈંદર દરમ્યાન શનિવારે મધરાત બાદ ૧૨.૧૫ વાગ્યાથી વહેલી સવારના ૩.૪૫ વાગ્યા સુધી ફાસ્ટ ટ્રૅક પર બ્લૉક રહેશે. એથી એ દરમ્યાન ફાસ્ટ ટ્રેનોને સ્લો ટ્રૅક પર દોડાવવામાં આવશે. એ સવાય પ્રભાદેવી ખાતે જૂના બ્રિજનું ગર્ડર તોડી પાડવાનું હોવાથી શનિવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યાથી રવિવાર સવારના ૬ વાગ્યા દરમ્યાન કામ ચાલવાનું છે. એથી આ સમય દરમ્યાન ૪૨ લોકલ સર્વિસિસ કૅન્સલ કરવામાં આવી છે.
