ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
કોઈ પણ મૂંઝવણભરી પરિસ્થિતિમાં માહિતી જ સૌથી મહત્ત્વપૂર્ણ કરન્સી બની રહેશે. આ સમય તમારી લાઇફસ્ટાઇલમાં કોઈ પણ ફેરફાર કરવા માટે સારો છે જે તમને ખબર હોય કે તમારે કરવાની જરૂર છે. નિર્ણયો કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ લેવા જોઈએ અને તમારે કંઈ પણ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ.
એરીઝ વિશે બધું જ
એરીઝ રાશિના જાતકો સ્પર્ધાત્મક અને પડકારોથી ડરતા નથી. તેઓ કોઈ પણ ડર વિના પોતાને ઇચ્છિત પરિસ્થિતિઓમાં લઈ જઈ શકે છે. તેઓ સામાન્ય રીતે ખૂબ જ ઉત્સાહિત હોય છે અને કદાચ કોઈ પણ કિંમતે સફળ થવા માગે છે. જોકે આ રાશિના જાતકો ખૂબ જ ઉષ્માભર્યા અને ઉદાર પણ હોઈ શકે છે અને બીજાઓને ખુશ કરવામાં આનંદ માણી શકે છે. તેઓ જન્મજાત નેતા છે જે આગળથી નેતૃત્વ કરવામાં ડરતા નથી.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
બિનજરૂરી જોખમ લેવાથી અને કોઈ ખરાબ આદતમાં ફસાઈ જવા જેવી પરિસ્થિતિમાંથી પોતાની જાતને બચાવીને રાખો. સારી રીતે વિચારીને નાણાકીય નિર્ણયો લો.
રિલેશનશિપ ટિપ : પરિવારના વડીલો સાથે વાત કરતી વખતે ખૂબ સ્પષ્ટ રહો અને તમારી જાતને કોઈ પણ રીતે ચાલાકીમાં ન આવવા દો. સિંગલ લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
સોશ્યલાઇઝિંગ કરતી વખતે વધુ પડતું મનોરંજન ટાળો, કારણ કે તમે બીમાર પડી શકો છો. વાટાઘાટો અને કરાર પર હસ્તાક્ષર કરવા માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : લાંબા અંતરના સંબંધ અથવા લગ્નમાં રહેલા લોકોને જોડાયેલા રહેવા માટે વધારાના પ્રયત્નોની જરૂર પડી શકે છે. તમારા કમ્યુનિકેશનમાં ખૂબ સ્પષ્ટ રહો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ તનાવપૂર્ણ પરિસ્થિતિમાં વિલંબનો રસ્તો અપનાવો અને આવેગજન્ય નિર્ણયો લેશો નહીં. જો તમારી પાસે ઘણા વિકલ્પ હોય તો લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સમજદારીપૂર્વક પસંદગી કરો.
રિલેશનશિપ ટિપ : સિંગલ લોકોએ કોઈ પણ સંભવિત મેચ વિશે પોતાનું રિસર્ચ કરવાની જરૂર છે. પરિવારના કોઈ વડીલને થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
કોઈ પણ ઝડપી અને જટિલ પરિસ્થિતિમાં બુદ્ધિથી અને આંતરસૂઝથી નિર્ણય લેવાનું રાખો. વધુ પડતો ખર્ચ કરવાનું અને જોખમી નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : જેમને કોઈ પણ રિલેશનશિપનો નિર્ણય લેવાની જરૂર હોય તેમણે કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. સિંગલ લોકો ડેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈ પણ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પર ઊહાપોહ કર્યા વિના માત્ર શાંતિથી કામ કરો. જો તમે તૈયાર ન હો અને બધું દાવ પર લાગે એવું હોય તો જોખમ લેવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર હોય તો યોગ્ય સમય મહત્ત્વપૂર્ણ છે. સાસરિયાંઓ સાથે ગપસપ કરવાનું કે ફરિયાદ કરવાનું ટાળો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જો તમે ભૂતકાળમાં કરેલા કોઈ કાર્યનો લાભ મેળવવા માગતા હો તો યોગ્ય સમયનો મહત્તમ ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતાં પહેલાં કાળજીપૂર્વક વાંચો.
રિલેશનશિપ ટિપ : જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર હોય તો તમે કોની સલાહ લો છો એ અંગે સાવચેત રહો. તમારી કાળજી બતાવો છો એ દર્શાવવા માટે નાનાં કામ કરો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
હાલમાં બીજાને નીચા દેખાડીને કામ કરી શકાય છે, પરંતુ પછીથી વધુ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારી રોજિંદી આદતોમાં અતિશયોક્તિ ટાળો અને જીવનમાં બૅલૅન્સ જાળવો.
રિલેશનશિપ ટિપ : વાતચીતમાં ખૂબ સ્પષ્ટ રહો અને તમારો મતલબ શું છે એ કહો. વિદેશમાં જીવનસાથી શોધી રહેલા સિંગલ્સ માટે આ સકારાત્મક સમય છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જો તમે મનને શાંત રાખો અને જે કરવાની જરૂર છે એ કરશો તો કોઈ પણ તનાવપૂર્ણ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો. તમારા રિસર્ચ પછી રોકાણો સાથે સક્રિય બનો.
રિલેશનશિપ ટિપ : બોલતાં પહેલાં વિચારો અને બિનજરૂરી વસ્તુઓને છોડી દો. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ સંબંધોમાં આગળ વધી શકે છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ પણ શંકા છોડી દો અને તમારી કરીઅરને આગલા સ્તર પર લઈ જવા માટે તમારે શું કરવાની જરૂર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : વાતચીત સ્પષ્ટ પરંતુ સૌમ્ય રાખો અને તમારા મુદ્દાને તાર્કિક રીતે રજૂ કરો. મિત્રો અને પરિવાર સાથે વ્યક્તિગત બાબતો વિશે વાત કરવાનું ટાળો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
શંકા કે મૂંઝવણને કારણે કોઈ પણ તક ગુમાવશો નહીં. ઇરાદાપૂર્વકના પ્રોજેક્ટ્સ અને સામાન્ય રીતે વ્યવસાય માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : જો તમે તાત્કાલિક સંભાળશો નહીં તો એક નાનો વિષય પણ ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે. તમારી અપેક્ષાઓ વિશે ખૂબ સ્પષ્ટ રહો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમારા માટે યોગ્ય બૅલૅન્સ શોધો અને કોઈ પણ ધીમી ગતિએ ચાલતી પરિસ્થિતિમાં સાવચેત રહો. આ એક સારો સમય છે, કોઈ શોખને આગળ વધારી શકાય છે.
રિલેશનશિપ ટિપ : શું સ્વીકાર્ય છે અને શું નથી એ વિશે ખૂબ સ્પષ્ટ રહો. પરિવારના કોઈ વડીલને તમારી સાથે ચાલાકી કરવાનો પ્રયાસ ન કરવા દો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમારા મનની વાત કરો, પરંતુ એ પછીના કોઈ પણ પરિણામોનો સામનો કરવા તૈયાર રહો. રોકાણો અને નાણાકીય બાબતોમાં ખૂબ કાળજી રાખો.
રિલેશનશિપ ટિપ : વધુ પડતા ભાવનાત્મક કે જરૂરિયાતમંદ બન્યા વિના તમારી લાગણીઓ વ્યક્ત કરો. ઘણાં વર્ષોથી ઓળખાતા મિત્ર માટે સમય કાઢો.
