Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દારૂની આંતરરાજ્ય હેરાફેરી, ૩૨ લાખ રૂપિયાનો માલ જપ્ત

દારૂની આંતરરાજ્ય હેરાફેરી, ૩૨ લાખ રૂપિયાનો માલ જપ્ત

Published : 15 March, 2026 08:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર એક્સાઇઝ વિભાગે થાણે જિલ્લામાં કાર્યરત એક મોટા ઇન્ટરસ્ટેટ ગેરકાયદેસર દારૂ-રૅકેટનો પર્દાફાશ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર એક્સાઇઝ વિભાગે થાણે જિલ્લામાં કાર્યરત એક મોટા ઇન્ટરસ્ટેટ ગેરકાયદેસર દારૂ-રૅકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં છેલ્લા ૪ દિવસમાં અનેક રેઇડ પાડીને ૩૨ લાખ રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે એમ એક ઑફિસરે શનિવારે જણાવ્યું હતું.

એક્સાઇઝ અધિકારીઓએ ૧૦ માર્ચની રાત્રે ભિવંડીમાં બે ફોર-વ્હીલર વાહનોને અટકાવ્યાં હતાં, જેમાં ૨૦ લીટરની કૅપેસિટીવાળા ૧૦ જાર અને ૨૦૦૦ બૉટલ વ્હિસ્કી મળી આવી હતી. રાજ્ય એક્સાઇઝ (થાણે)ના કમિશનર પ્રવીણ તાંબેએ જણાવ્યું હતું કે એ કેસમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને ૭૯.૨૯ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. 



વધુ તપાસમાં એક્સાઇઝ ટીમે ચાવદાર પાડા અને કોનગાંવમાં શંકાસ્પદ ખરીદદારો અને સપ્લાયર્સના નિવાસસ્થાનો પર રેઇડ પાડી હતી, જ્યાંથી અધિકારીઓએ એક અત્યાધુનિક દારૂ ‘રીફિલિંગ’ કામગીરીનો પર્દાફાશ કર્યો હતો. પ્રવીણ તાંબેએ ઉમેર્યું હતું કે તેમણે દારૂથી ભરેલા ૨૦ લીટરના ઘણા જાર અને પ્રીમિયમ વ્હિસ્કી બ્રૅન્ડની સેંકડો ખાલી અને ભરેલી બૉટલો જપ્ત કરી હતી. એ પછી ૧૨ માર્ચે વૈજુલા વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસ પર બીજો દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં ગોવામાં વેચાણ માટે ઉપલબ્ધ વ્હિસ્કીનાં ૨૪૦ બૉક્સ, ખાલી જાર અને બૉટલિંગ-સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. વધુમાં ૧૩ માર્ચે ૨.૦૭ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જેનાથી જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત આશરે ૩૨ લાખ રૂપિયા અને વાહનોની કિંમત ૧૫ લાખ રૂપિયા થઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK