થાણેમાં પચાસથી વધારે જગ્યાએ પાણીની પરબ ઊભી કરવામાં આવી છે
TMC દ્વારા ‘હીટ ઍક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે
રાજ્યની સાથે-સાથે થાણેમાં વધતી જતી ગરમીની લહેરને ધ્યાનમાં રાખીને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા ‘હીટ ઍક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. વધતી જતી ગરમીથી મોટરિસ્ટોને સિગ્નલ પર બચાવવા માટે થાણેના આશરે બત્રીસથી વધારે મુખ્ય ટ્રાફિક-ચોક પર ગ્રીન નેટ લગાવવા પર, નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા પર અને ગરમી સંબંધિત બીમારીઓ માટે આરોગ્ય-વ્યવસ્થા મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગરમીની લહેરના જોખમને ધ્યાનમાં રાખીને ટાસ્ક ફોર્સ કમિટી રચાઈ હતી અને એના આધારે આ હીટ ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, થાણેમાં પચાસથી વધારે જગ્યાએ પાણીની પરબ ઊભી કરવામાં આવી છે.
પૉલ્યુશન પર પાણી
ADVERTISEMENT

તસવીર : સતેજ શિંદે
વાતાવરણમાં ધૂળની રજકણોને કારણે થતા ઍર પૉલ્યુશનને ઓછું કરવા BMC દ્વારા મિસ્ટ સ્પ્રે મશીનથી પાણીનો છંટકાવ કરવાનાં પગલાં હાથ ધરાયાં છે. ગઈ કાલે એક મિસ્ટ સ્પ્રે મશીન વ્હીકલ બોરીવલી-ઈસ્ટની કુલુપવાડી પાસે પાણીનો છંટકાવ કરી રહ્યું હતું.
