Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોબાઇલચોરને પકડવામાં જખમી થઈ ગઈ રિક્ષા-ડ્રાઇવર ઍથ્લીટ

મોબાઇલચોરને પકડવામાં જખમી થઈ ગઈ રિક્ષા-ડ્રાઇવર ઍથ્લીટ

17 March, 2024 12:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિનાજને હાથ, કમર અને ગળામાં ઈજા થઈ છે.

મિનાજ નદાફ મહિલા રિક્ષાચાલક છે

મિનાજ નદાફ મહિલા રિક્ષાચાલક છે


નાલાસોપારામાં મોબાઇલચોર સાથેની ઝપાઝપીમાં મહિલા રિક્ષાચાલક અને આંતરરાષ્ટ્રીય અૅથ્લીટ મિનાજ નદાફ ઈજાગ્રસ્ત થઈ હતી.  મિનાજને હાથ, કમર અને ગળામાં ઈજા થઈ છે. શુક્રવારે રાતે તેની રિક્ષામાં પ્રવાસી બનીને આવેલા યુવકે મારપીટ કરીને તેના હાથમાંથી તેનો મોબાઇલ છીનવી લીધો હતો. એ ચોરને પકડવાના ચક્કરમાં ભાગતી વખતે એક રિક્ષાએ મિનાજને જોરદાર ટક્કર મારી હતી અને એમાં તે ગંભીર રીતે જખમી થઈ હતી. આટલા પ્રયત્નો કરવા છતાં તે મોબાઇલ ચોરી થતો બચાવી નહોતી શકી. 

નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા સેન્ટ્રલ પાર્કમાં રહેતી ૩૮ વર્ષની મિનાજ નદાફ મહિલા રિક્ષાચાલક છે. એની સાથે તે દોડવીર તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રીય સ્તરે તેણે વિવિધ રાજ્યોમાં ત્રણસોથી વધુ મૅરથૉનમાં ભાગ લીધો છે અને લગભગ ૧૮૦થી વધુ મેડલ પણ જીતી છે. તે હાલમાં શ્રીલંકામાં એક ટુર્નામેન્ટમાં ભાગ લીધા બાદ પાછી ફરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2024 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK