Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Chandu Championનું બીજું પોસ્ટર રિલીઝ, બૉક્સરના રોલમાં કાર્તિક આર્યન મચાવશે ધમાલ

Chandu Championનું બીજું પોસ્ટર રિલીઝ, બૉક્સરના રોલમાં કાર્તિક આર્યન મચાવશે ધમાલ

16 May, 2024 04:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Chandu Champion: કાર્તિક આર્યનની ‘ચંદુ ચેમ્પિયન’ 14 જૂન, 2024 ના રોજ રીલીઝ થવાની છે

કાર્તિક આર્યન ઇન `ચંદુ ચેમ્પિયન`

કાર્તિક આર્યન ઇન `ચંદુ ચેમ્પિયન`


કી હાઇલાઇટ્સ

  1. કાર્તિક આર્યનની `ચંદુ ચેમ્પિયન`નું પહેલું પોસ્ટર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.
  2. બૉક્સરના રોલ માટે કાર્તિક આર્યને રેસલર સાથે ટ્રેનીંગ કરી હતી.
  3. આ ફિલ્મ 14 જુલાઈએ રિલીઝ થવાની છે.

કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ `ચંદુ ચેમ્પિયન`નું (Chandu Champion) પહેલું પોસ્ટર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા અને કબીર ખાને સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. આ પોસ્ટર રિલીઝ થવા બાદ ચાહકો અને દર્શકોના મનમાં એક નવો ઉત્સાહ આવી ગયો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનન એકદમ જ નવા અવતારમાં જોવા મળવાનો છે. ચાહકો અને દર્શકો બંનેની કલ્પનાને નવી ઉડાન આપતાં આ પોસ્ટરમાં કાર્તિક આર્યન બોક્સિંગ શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે.


કાર્તિક આર્યનની ફિલ્મ (Chandu Champion) ‘ચંદુ ચેમ્પિયન’નું આ પોસ્ટર વર્ષનું સૌથી વધુ ચર્ચિત અને વિઝ્યુઅલ ટ્રીટેડ પોસ્ટર બની ગયું છે. ‘ચંદુ ચેમ્પિયન’નું પહેલું પોસ્ટર જાહેર કરવામાં આવ્યા બાદ લોકોની એકસાઈટમેન્ટ ટોચ પર પહોંચી ગઈ છે. આ પોસ્ટરની જાહેરાત બાદ ફિલ્મના વધુ સરપ્રાઈઝ માટે ચાહકો અને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી, આ ઉત્સુકતાને જાળવી રાખવા માટે, આ ફિલ્મના મકરસે ‘ચંદુ ચેમ્પિયન’નું બીજું અને સૌથી મોટું પોસ્ટર પણ રિલીઝ કરીને ચાહકોને ખુશ કરી દીધા છે.



‘ચંદુ ચેમ્પિયન’નું અદ્ભુત ફર્સ્ટ પોસ્ટર જોયા બાદ આ ફિલ્મને જોવા માટે લોકો વધુ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન એક બોક્સરના પાત્રમાં જોવા મળવાનો છે, જેથી આ ફિલ્મમાં કાર્તિક તેના રોલથી ચોક્કસ ધમાલ મચાવશે. હાલમાં રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં કાર્તિકની બૉડી ફિઝીક્સ જોવા મળી રહ્યું છે. `ચંદુ ચેમ્પિયન` માટે કાર્તિક આર્યનને બોડી ટ્રાન્સફોર્મેશન માટે ખૂબ જ મહેનત કરી છે જે એકદમ સ્પષ્ટપણે પોસ્ટરમાં દેખાઈ રહ્યું છે. શરૂઆતથી જ, કાર્તિક આર્યન અને કબીર ખાને ફિલ્મમાં પાત્ર માટે એક પ્રોફેશનલ રેસલર સાથે ટ્રેનીંગ કરી હતી.


"ચંદુ ચેમ્પિયન" માટે કાર્તિકે તેના બૉડિનું ફેટ 40 ટકાથી 7 ટકા પર લાવ્યું હતું. તેમ જ આવા બૉડી ટ્રાન્સફોરમેશન માટે કાર્તિકે કોઈપણ શોર્ટકટ કે કૃત્રિમ પદ્ધતિનો ઉપયોગ કર્યા વગર આવી બૉડી બનાવી છે. થોડા સમય પહેલા કાર્તિક આર્યનનો ‘ચંદુ ચેમ્પિયન’ ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરવાનો વીડિયો વાઇરલ થયો હતો. કાર્તિકના આ વીડિયોમાં તે 14 મહિના પછી રસમલાઈનો આનંદ માણતો જોવા મળ્યો હતો, એવું તેણે કહ્યું હતું. ફિલ્મના પાત્ર માટે કાર્તિકે અનેક બાબતોનું સેકરિફાઇઝ કર્યું હતું, જેથી તે ફિલ્મમાં બોકસરના રોલમાં તે કેવો લાગશે તે અંગે લોકો ઉત્સાહિત છે.

કાર્તિક આર્યનની ‘ચંદુ ચેમ્પિયન’ 14 જૂન, 2024 ના રોજ રિલીઝ થવાની છે. સાજિદ નડિયાદવાલા અને કબીર ખાનની (Chandu Champion) આ ફિલ્મ તેની અમેઝિંગ સ્ટોરી અને કાર્તિકના પર્ફોર્મન્સથી લોકોણે ભરપૂર મનોરંજન પૂરું પાડશે એવું મેકર્સે કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2024 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK