બીજી બેઠક ૬ જુલાઈએ યોજીને આગળની કાર્યવાહીનો નિર્ણય લેવાશે એમ અનિલ ગર્ગે ઉમેર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
આજથી સ્કૂલ-બસના ડ્રાઇવરો સહિત રાજ્યના પૅસેન્જર ટ્રાન્સપોર્ટર્સ બેમુદત હડતાળ પર ઊતરવાના હતા. ઈ-ચલાનની સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની મહારાષ્ટ્ર સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશને જાહેરાત કરી હતી. જોકે તેમની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર ૨૫ જુલાઈ સુધીમાં પૅનલ રચશે એવા આશ્વાસન બાદ હડતાળ પાછી ઠેલાઈ છે. જો મુખ્ય પ્રધાન તરફથી ખાતરી ન મળે તો ફરીથી હડતાળનો રસ્તો અપનાવવાની ટ્રાન્સપોર્ટર્સની તૈયારી છે એમ મહારાષ્ટ્ર સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશનના અધ્યક્ષ અનિલ ગર્ગે જણાવ્યું હતું.
અગાઉ પણ રાજ્યના પૅસેન્જર ટ્રાન્સપોર્ટર્સે હડતાળની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે નવી પૅનલની રચના કરવાનો આદેશ આપ્યો હતો. ઈ-ચલાન ઉપરાંત સ્પીડ-લિમિટ અને પાર્કિંગના નિયમો બાબતે પૅનલ એક મહિનામાં રિપોર્ટ રજૂ કરશે એમ તેમણે જણાવ્યું હતું. એમ છતાં આ સમયમર્યાદા વધુ લાગતાં ટ્રાન્સપોર્ટર્સે ફરી હડતાળની ચીમકી આપી હતી.
ADVERTISEMENT
રાજ્યનાં તમામ પૅસેન્જર્સ ટ્રાન્સપોર્ટર્સ સંગઠનોએ મંગળવારે બેઠક યોજી હતી જેમાં હડતાળ પાછી ઠેલવાનો નિર્ણય લેવાયો હતો. બીજી બેઠક ૬ જુલાઈએ યોજીને આગળની કાર્યવાહીનો નિર્ણય લેવાશે એમ અનિલ ગર્ગે ઉમેર્યું હતું.

