Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Education

લેખ

જયમીન કાયસ્થને તેનાં માતા-પિતાએ આશીર્વાદ આપ્યા હતા, વેદાંશી મકવાણા તેનાં મમ્મી-પપ્પા સાથે. તસવીરો : જનક પટેલ

અમદાવાદના રિક્ષા-ડ્રાઇવરનાં સંતાનો ઝળક્યાં ટેન્થમાં

૯૭ અને ૯૫ ટકા લાવનારાં આ બૉય અને ગર્લને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને ડૉક્ટર બનવું છે

09 May, 2025 11:19 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શ્રીનગર પાસેના વુયાનમાં તૂટી પડેલા અૅરક્રાફ્ટના હિસ્સાને જોતા લોકો.

પાકિસ્તાની સેનાના ગોળીબારમાં પૂંછમાં ૧૫ નાગરિકોનાં મોત, ૫૦થી વધુ ઘાયલ

પાકિસ્તાને કરેલા હુમલામાં ચાર બાળકો સહિત ૧૫ લોકોનાં મોત થયાં છે જ્યારે ૫૭ લોકો ઘાયલ થયા છે. અનેક વિસ્તારોમાં બુધવાર બપોરે અંદાજે બે વાગ્યા સુધી ગોળીબાર થયો હતો

08 May, 2025 11:05 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
બધા જ સબ્જેક્ટમાં ૩૫ માર્ક્સ મેળવનારો સાંગલીનો હેમંત સટાલે.

ના એક કમ, ના એક ઝ્યાદાઃ ૩૫ HSCમાં સાંગલીના સ્ટુડન્ટે તમામ વિષયમાં પાસિંગ માર્ક્સ

સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે હેમંત સટાલે પાસિંગ માર્ક્સ સાથે HSCમાં પાસ તો થયો છે, પણ હવે તેને કૉલેજમાં ઍડ્‍મિશન કોણ આપશે?

07 May, 2025 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહિલ્યાદેવી હોળકરના માનમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવી

મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા દર વર્ષે ૧૦.૫૦ કરોડ રૂપિયા વાપરશે સરકાર

પહેલી વખત ગ્રામીણ ભાગમાં યોજાઈ રાજ્ય સરકારની કૅબિનેટની બેઠક

07 May, 2025 11:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વિદ્યાર્થીઓ

ICSEના ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...

11 May, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સ્કૂલ નહીં જાએંગે હમ

આજકાલ બાળકના જન્મ પહેલાં જ તે કઈ સ્કૂલમાં ભણશે, પસંદગીની સ્કૂલમાં ઍડ્‍મિશન મળશે કે નહીં, ઍડ્‍મિશન મળશે તો કેટલું ખિસ્સું ઢીલું કરવું પડશે એવા પ્રશ્નો વાલીઓને મૂંઝવે છે. અમુક યુગલો તો ભારતમાં શિક્ષણ પાછળ થતા અધધધ ખર્ચને દૂરથી જોઈને જ બાળક પ્લાન કરવાનું માંડી વાળે છે. વળી બાળકોમાં ભણવાના તનાવને લઈને ડિપ્રેશનથી લઈને આત્મહત્યાના કિસ્સા પણ વધી રહ્યા છે. એવા સમયે અમુક સર્જનાત્મક વિચારધારા ધરાવતા વાલીઓએ આવા અનેક પ્રશ્નોનો ઉકેલ શોધીને પોતાનાં બાળકોને સ્કૂલ ન મોકલીને તેમના માટે ભણવાની એક નોખી પદ્ધતિ નક્કી કરી છે. તેમનાં બાળકોને તેઓ આરામથી કહે છે કે ન ભણવું હોય તો રહેવા દે. આવો જાણીએ અનસ્કૂલિંગ તરીકે પ્રખ્યાત થઈ રહેલી આ નવી પદ્ધતિને ૧૧ વર્ષના આરવને મન થયું કે આજે તે ૧૦ આઇસક્રીમ કૅન્ડી ખરીદીને રસ્તા પર ભિક્ષા માગતાં બાળકોને આપે. તેના ઉમદા કામ માટે તેના પપ્પા જેવા પૈસા આપવા જાય છે ત્યાં આરવ તેમને રોકતાં કહે છે, ‘મારે મારા કમાયેલા પૈસામાંથી આ આપવું છે.’ સોસાયટીમાં એક ભાઈની બિલાડી ઝાડ પર ચડી ગઈ છે અને તે ફાયર-બ્રિગેડને બોલાવવા ફોન કરે છે ત્યાં આઠ વર્ષની આયશા કહે છે, ‘ફોન રહેવા દો, હું હમણાં ઝાડ પર ચડીને એને ઉતારી દઉં.’ રસોડામાં આજે છ વર્ષનો નિહાલ એકદમ ચીવટથી પૂરીઓ તળી રહ્યો છે. તેણે મમ્મીને સૂચના આપી છે કે આજે તેણે ફક્ત આરામ કરવાનો છે. મમ્મીને ખબર છે કે નિહાલ બધું સંભાળી લે એમ છે. ફૅમિલી ગેટ-ટુગેધરમાં એક જણ ગરોળી જોઈ ઊછળી પડે છે ત્યારે નાનકડો ધ્યાન ખડખડાટ હસી પડે છે અને હાથમાં ગરોળી લઈને એને બીજે ઠેકાણે મૂકી આવે છે. આવાં દૃશ્યો વાર્તા જેવાં લાગે છેને? ના, આ કોઈ કપોળકલ્પિત વાતો નથી. આ બધાં જ બાળકો એવાં છે જેઓ ખરેખર એવી આવડત ધરાવે છે જે કદાચ તેમની ઉંમરનાં સ્કૂલમાં જતાં બીજાં બાળકોમાં ભાગ્યે જ જોવા મળશે. આ એવાં બાળકો છે જેઓ પોતાની સવાર બગીચામાં કામ કરીને, બપોરે લેગો રોબો રમીને અને સાંજનો સમય પૌરાણિક વાર્તાઓ વાંચીને વિતાવે છે. ન તેઓ કોઈ સ્કૂલમાં જાય છે, ન કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ અનુસરે છે અને ન આજ સુધી કોઈ પરીક્ષા આપી છે એમ છતાં તેઓ રોજ નવું શીખે છે. આ બાળકો છે ભારતમાં તેજીથી ઉદય પામી રહેલા ‘અનસ્કૂલિંગ’ કન્સેપ્ટનાં, જે પરંપરાગત શિક્ષણપદ્ધતિ સામે ઉકેલરૂપ બનેલી એક નવી જ દિશા છે. અનસ્કૂલિંગ પહેલાં તો પશ્ચિમના દેશોમાં વધુ જોવા મળતું, પણ હવે ભારતમાંય વિકસી રહ્યું છે. ભારતમાં સ્કૂલની અધધધ ફી, બોજારૂપ કોર્સ, ગળાકાપ હરીફાઈ અને આ બધાને અંતે વધતા જતા ચાઇલ્ડ ડિપ્રેશન અને આત્મહત્યાના કેસ આજે શિક્ષણ માટે બહેતર રસ્તો પસંદ કરવા દરેક મમ્મી-પપ્પાને મજબૂર કરે છે. એટલે જ અનસ્કૂલિંગ વધુ સ્વતંત્ર અને રણનીતિવિહીન, બાળકોના રસઆધારિત અભ્યાસપદ્ધતિ હોવાથી દિવસે-દિવસે વધુ લોકપ્રિય બની રહ્યું છે. મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ જેવાં શહેરોમાં અનેક અનસ્કૂલિંગ પરિવારોએ પોતપોતાનાં સામુદાયિક જૂથો અને વૈકલ્પિક શિક્ષણકેન્દ્રો બનાવ્યાં છે. અહીં પરિવારોએ સહભાગી થઈને એકબીજાથી શીખવાનું માધ્યમ ઊભું કરવાનું હોય છે. ખાસ કરીને કોરોના મહામારી દરમ્યાન જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે ઘણા પરિવારો આમાં ઉમેરાયા અને આજ સુધી તેઓ આ જ પદ્ધતિથી શીખવાડી રહ્યા છે. જોકે આ માર્ગ સહેલો નથી. સોશ્યલાઇઝેશન, ભવિષ્યમાં વ્યવસાય અને ભારતની શૈક્ષણિક નીતિમાં અનસ્કૂલિંગના કાયદેસર સ્થાન વિશેની અનિશ્ચિતતા એક મોટી ચિંતાનો વિષય છે. એટલે જ ઘણા પરિવારો આને શંકાથી જુએ છે. તો ચાલો આજે આવા અનસ્કૂલિંગ પરિવારોને મળીને તેમના મુખેથી જ આપણી મૂંઝવણોનો અંત આણીએ.

09 May, 2025 03:04 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
વિદ્યાર્થીઓ

ICSEના ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...

09 May, 2025 01:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યાર્થીઓ

ICSEના ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...

09 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ગુજરાત CM અને રાષ્ટ્રપતિ મુર્મુ NID અમદાવાદના પદવીદાન સમારંભમાં હાજર

ગુજરાત CM અને રાષ્ટ્રપતિ મુર્મુ NID અમદાવાદના પદવીદાન સમારંભમાં હાજર

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી)એ 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના અમદાવાદમાં તેના 44મા વાર્ષિક પદવીદાન સમારંભનું આયોજન કર્યું હતું.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા

28 February, 2025 02:00 IST | Ahmedabad
ગુજરાત CM પટેલે અમદાવાદમાં `પરીક્ષા પે ચર્ચા`નું લાઈવ પ્રસારણ જોયું

ગુજરાત CM પટેલે અમદાવાદમાં `પરીક્ષા પે ચર્ચા`નું લાઈવ પ્રસારણ જોયું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 ફેબ્રુઆરીએ અમદાવાદમાં PM મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોયું. આ વર્ષનું સત્ર, ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી આવૃત્તિ, સુંદર નર્સરી, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. સત્ર દરમિયાન, પીએમ મોદીએ પોષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓના ખોરાક અને જીવનશૈલીની પસંદગીઓ વિશે પૂછપરછ કરી. 2018 થી, PM મોદી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન તણાવમુક્ત રહેવા માટેની ટીપ્સ શેર કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરવા વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.

11 February, 2025 03:22 IST | Ahmedabad
HM અમિત શાહે મહેસાણામાં પુરાતત્વીય અનુભવી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

HM અમિત શાહે મહેસાણામાં પુરાતત્વીય અનુભવી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

ગૃહ પ્રધાન અમિત શાહે 16 જાન્યુઆરીએ ગુજરાતના મહેસાણામાં નવનિર્મિત પુરાતત્વીય પ્રયોગમૂલક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે મ્યુઝિયમની સમીક્ષા પણ કરી હતી. આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રજૂઆત કરી હતી. ગૃહમંત્રી શાહે `પ્રેરણા સંકુલ` શાળાનું પણ ઉદ્ઘાટન કર્યું જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ હતી. “...આપણે બધા જાણીએ છીએ કે વડનગર સૌથી પ્રાચીન શહેરોમાંનું એક છે. તેની અખંડિતતા અને જીવંતતાને કારણે તેણે દરેક યુગમાં દેશની સંસ્કૃતિને પ્રભાવિત કરી છે. હજારો વર્ષોથી વડનગરની યાત્રા ચાલુ રહી અને અમારી પાસે છેલ્લા 2500 વર્ષથી તેના પુરાવા છે...,” અમિત શાહે કહ્યું.

17 January, 2025 05:11 IST | Mehsana
BPSC RAW:

BPSC RAW: "તે સત્તા બનવા માંગે છે", પ્રશાંત કિશોરે નીતિશ કુમારની ટીકા કરી

જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોર BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માગણી સાથે ગાંધી મેદાનમાં ભૂખ હડતાળ પર છે. ANI સાથેની મુલાકાતમાં, તેમણે કહ્યું કે વિરોધ ચાલુ રહેશે અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની ટીકા કરી. કિશોરે નીતિશ કુમાર પર આરોપ લગાવ્યો કે તેઓ લોકોના કલ્યાણ કરતાં સત્તામાં રહેવાની વધુ કાળજી લે છે. તેમણે કહ્યું કે બિહારમાં બે વર્ષથી કામ કરવા છતાં તેમના પ્રયાસોને રાજકારણ તરીકે ઓળખવામાં આવે છે. કિશોરે એ પણ ઉલ્લેખ કર્યો કે નીતિશ કુમારે કોવિડ કટોકટી દરમિયાન લોકોને મદદ કરી ન હતી, માત્ર સત્તા જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પટનામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ BPSCની સંકલિત સંયુક્ત (પ્રારંભિક) સ્પર્ધાત્મક પરીક્ષા 2024ને રદ કરવાની હાકલ કરી રહ્યા છે.

03 January, 2025 08:00 IST | Patna

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK