મુંબઈમાં L&T ૯૫૦ કરોડ રૂપિયામાં ૧૫૦૦ સ્થળોએ બેસાડશે ૬૦૦૦ CCTV કૅમેરા
ADVERTISEMENT
આ કંપની શહેરમાં ૧૫૦૦ સ્થળોએ ૬૦૦૦ કૅમેરા બેસાડશે. રાજ્યના ગૃહવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બધી બિડની તપાસ કર્યા બાદ અમને L&Tની ઑફર ટેક્નિકલ દૃષ્ટિએ અને નાણાકીય રીતે યોગ્ય લાગી છે. જોકે આનો ખર્ચ ૯૫૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે જે અમે આશા રાખીએ છીએ કે વાટાઘાટો પછી ઓછો થશે. આ પ્રોજેક્ટ ૨૧ મહિનામાં પૂરો થશે.’
L&T અને ટ્રાઇમૅક્સે બિડ આપી હતી જેનું તાજેતરમાં મુખ્ય સચિવ સ્વાધીન ક્ષત્રિય, રાજ્યના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ડિપાર્ટમેન્ટ અને IIT-બૉમ્બેના પ્રોફેસરોવાળી સમિતિએ ટેક્નિકલ અને નાણાકીય મૂલ્યાંકન કર્યું હતું. આ CCTV સિસ્ટમમાં હાઈ પાવર કૅમેરા હશે જે એક કિલોમીટરના અંતર સુધી દોડતી વસ્તુને ઝડપી શકાશે.