અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતક લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનો પરિવાર પ્રિયજનની ઓળખ માટે રાહ જોઈ રહ્યો છે. આ રાહ તેમના માટે વેદના સમાન છે. તેમની પત્ની આયુષી લોરેન્સે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને તેમના પરિવાર માટે દુઃખદ પરિસ્થિતિ શેર કરી છે. તેમણે કહ્યું, ‘તે વેરહાઉસ ઓપરેટિવ તરીકે કામ કરતો હતો અને તેના પિતાનું અવસાન થતાં ભારત પાછો ફર્યો હતો. મને ખબર પણ નહોતી કે તે દિવસે તેનું શું થયું. આ અમારા માટે ખૂબ જ ગંભીર અને પીડાદાયક પરિસ્થિતિ છે.’