Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ahmedabad Plane Crash

લેખ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પાઇલટ્સને લઈને ઍર ઇન્ડિયાનો મોટો નિર્ણય: જાણો શું પગલાં લેવામાં આવ્યા?

Air India Increase Retirement Age: ભારતીય ઍરલાઇન ઍર ઇન્ડિયાએ પાઇલટ્સની નિવૃત્તિ વય 65 વર્ષ અને નોન-ફ્લાઇંગ સ્ટાફની નિવૃત્તિ વય 60 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં, ઍરલાઇનમાં પાઇલટ્સ અને નોન-ફ્લાઇંગ સ્ટાફ બંનેની નિવૃત્તિ વય 58 વર્ષ છે.

10 August, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

`અમદાવાદ ઍરપોર્ટ પર આત્માઓ...` ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર અજબ-ગજબ દાવો

Ahmedabad Airplane Crash: આ ભયાનક દુર્ઘટનાના કારણો વિશે ઘણા પ્રશ્નો હજી પણ અનુત્તરિત છે. જો કે, આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ખૂબ જ વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે. તો શું છે સમગ્ર મામલો?

06 August, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

અમદાવાદ પ્લેન ક્રૅશ બાદ,ઍર ઈન્ડિયાના 112 પાઇલટ્સે મેડિકલ લીવ લીધી,શું હતું કારણ?

112 Pilots take Leave after Ahmedabad Plane Crash: કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના ચાર દિવસ પછી, 16 જૂને 112 પાઇલટ્સે મૅડિકલ લીવ લીધી હતી. વાંચો સરકારે આ પાછડ શું કારણ આપ્યો...

25 July, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદમાં એક ઇમારત પર ક્રૅશ થયેલા ઍર ઇન્ડિયાના વિમાનના અવશેષો પડ્યા હતા

ઍર ઇન્ડિયા ક્રૅશમાં શબની અદલાબદલી: UKમાં પીડિત પરિવારોને અજાણ્યા મૃતદેહ મોકલ્યા?

ઇનર વેસ્ટ લંડનના કોરોનર ડૉ. ફિયોના વિલ્કોક્સે પરિવારો દ્વારા પૂરા પાડવામાં આવેલા નમૂનાઓ સાથે બ્રિટિશ પીડિતોના ડીએનએ મેચ કરીને તેમની ઓળખ ચકાસવાનો પ્રયાસ કર્યા પછી આખો મામલો સામે આવ્યો હતો. હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

24 July, 2025 06:59 IST | London | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીરો-અતુલ કાંબળે

અમદાવાદ પ્લેન ક્રેશઃ કેપ્ટન સુમિત સભરવાલના પાર્થિવદેહને મુંબઈ લવાયો

અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન સાથે જે કરણાંતિક બની તેમાંના બે પાયલટમાંથી એક કેપ્ટન સુમિત સભરવાલના પાર્થિવ દેહને આજે મુંબઈના પવઈમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. (તસવીરો-અતુલ કાંબળે)

18 June, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૧૫ વર્ષીય આકાશ પટણીનો મૃતદેહ આજે પરિવારજનોને સોંપવામાં આવ્યો (તસવીરોઃ નિમેશ દવે)

Plane Crash: ચા વેચતા ૧૫ વર્ષના છોકરાના મૃતદેહની ઓળખ, પરિવારજનોનું હૈયાફાટ રુદન

૧૨ જુનના રોજ ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં એર ઇન્ડિયા (Air India)નું પેસેન્જર વિમાન બોઇંગ ડ્રીમલાઇન ૭૮૭ ક્રેશ (Air India Plane Crash in Ahmedabad) થયું હતું. આ વિમાન જે હોસ્ટેલ સાથે ટકરાઈને ક્રેશ થયું હતું ત્યાં હોસ્ટેલની બાર ચા વેચતા ૧૫ વર્ષના છોકરાનું પણ આ અકસ્માતમાં નિધન થયું હતું. આજે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. (તસવીરોઃ નિમેશ દવે)

18 June, 2025 07:02 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વિજય રુપાણીના પાર્થિવદેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર હતા (તસવીરઃ નિમેશ દવે)

વિજય રુપાણીની વિદાયઃ રાજકીય સન્માન સાથે પરિવારને સોંપ્યો પાર્થિવદેહ, જુઓ તસવીરો

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આજે ૧૬મી જુને સોમવારે મોડી સાંજે તેમના વતન રાજકોટ (Rajkot)માં કરવામાં આવશે. આ પહેલાં આજે સવારે પરિવારને વિજય રુપાણીનો પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપાયો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે. (તસવીરોઃ નિમેશ દવે)

16 June, 2025 01:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાને દર્દીઓને તબિયત પૂછી અને તેમના સ્વજનોને આ પરિસ્થિતિ સામે લડવાની હિંમત આપી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Photos: અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટનાસ્થળે પહોંચ્યા PM મોદી, ઇજાગ્રસ્તોને મળ્યા

આ મુલાકાતમાં વડા પ્રધાનની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ,  કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ, ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

13 June, 2025 02:56 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

‘હૃદયદ્રાવક દ્રશ્યો’:મેડિકલ ચીફે અમદાવાદ વિમાન દુર્ઘટનાની ભયાનકતાનું વર્ણન કર્યુ

‘હૃદયદ્રાવક દ્રશ્યો’:મેડિકલ ચીફે અમદાવાદ વિમાન દુર્ઘટનાની ભયાનકતાનું વર્ણન કર્યુ

મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોશી અમદાવાદ વિમાન દુર્ઘટના પછીના દુ:ખદ દ્રશ્યોનું વર્ણન કરતા. તેમણે કહ્યું, “જ્યારે મને તે દિવસ યાદ આવે છે... હોસ્પિટલના સ્ટાફે હૃદયદ્રાવક દૃશ્યો જોયા હતા કારણ કે પીડિતોને ગંભીર રીતે દાઝી ગયેલી ઇજાઓ સાથે લાવવામાં આવ્યા હતા. કટોકટીની ટીમોએ સહાય પૂરી પાડવા માટે અવિરતપણે કામ કર્યું, જ્યારે અધિકારીઓએ જાનહાનિના ભારે ધસારાને નિયંત્રિત કર્યો. ઘટના વિશે જાણ થતાં મોટાભાગના સંબંધીઓ સીધા હોસ્પિટલ દોડી ગયા. તેઓ ચિંતાથી પૂછપરછ કરી રહ્યા છે કે તેમના પ્રિયજનો ઘાયલ થયા છે કે નહીં.”

30 June, 2025 04:48 IST | Ahmedabad
એર ઇન્ડિયા ક્રેશનો ભોગ બનેલા વ્યક્તિના ઓળખપત્રની રાહ જૌઈ રહ્યો છે પરિવાર

એર ઇન્ડિયા ક્રેશનો ભોગ બનેલા વ્યક્તિના ઓળખપત્રની રાહ જૌઈ રહ્યો છે પરિવાર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતક લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનો પરિવાર પ્રિયજનની ઓળખ માટે રાહ જોઈ રહ્યો છે. આ રાહ તેમના માટે વેદના સમાન છે. તેમની પત્ની આયુષી લોરેન્સે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને તેમના પરિવાર માટે દુઃખદ પરિસ્થિતિ શેર કરી છે. તેમણે કહ્યું, ‘તે વેરહાઉસ ઓપરેટિવ તરીકે કામ કરતો હતો અને તેના પિતાનું અવસાન થતાં ભારત પાછો ફર્યો હતો. મને ખબર પણ નહોતી કે તે દિવસે તેનું શું થયું. આ અમારા માટે ખૂબ જ ગંભીર અને પીડાદાયક પરિસ્થિતિ છે.’

22 June, 2025 12:27 IST | Ahmedabad
ઍર ઈન્ડિયા પ્લેન ક્રેશ થવાના સંભવિત કારણો અંગે ઉડ્ડયન નિષ્ણાતો

ઍર ઈન્ડિયા પ્લેન ક્રેશ થવાના સંભવિત કારણો અંગે ઉડ્ડયન નિષ્ણાતો

અમદાવાદમાં ઍર ઇન્ડિયાની દુઃખદ દુર્ઘટના બાદ કે જેમાં વિમાનમાં સવાર તમામ 241 લોકોના મોત થયા હતા, ઉડ્ડયન નિષ્ણાતો સંભવિત કારણોની તપાસ કરી રહ્યા છે. પ્રારંભિક તારણો સૂચવે છે કે વિમાને ટેકઓફ દરમિયાન બર્ડ હિટ (પંખી અથડાવું) કારણે એન્જિનનું થ્રસ્ટ ગુમાવ્યું હોઈ શકે છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે યાંત્રિક ખામી કે વિમાનમાં ફોરેન ઓબ્જ્કેટ   (જેમાં પંખીઓ પણ આવે છે) પ્રવેશી જવાને કારણે પણ આવી ઘટનાઓ બની શકે છે. જોકે, આ અંગે ચોક્કસ માહિતી બ્લેક બોક્સના વિશ્લેષણ અને સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે

15 June, 2025 02:30 IST | Ahmedabad
એર ઇન્ડિયા AI-171 વિમાન ક્રેશમાં ડોક્ટર દંપતી અને તેમના 3 બાળકોનું મોત

એર ઇન્ડિયા AI-171 વિમાન ક્રેશમાં ડોક્ટર દંપતી અને તેમના 3 બાળકોનું મોત

લંડનમાં કામ કરતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રતીક જોશી અને રાજસ્થાનમાં કામ કરતા તેમનાં પત્ની પેથોલોજિસ્ટ ડૉ. કોમી જોશી તેમ જ તેમનાં ત્રણ બાળકો કે જેમાં એક 9 વર્ષની છોકરી અને 4 વર્ષના ટ્વીન્સ છોકરાઓ, એ 241 મુસાફરોમાં સામેલ હતા, જેમણે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

15 June, 2025 02:28 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK