Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડનગરમાં ચાલી રહેલા વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં હાથી લાવીને થઈ ગજપૂજા

વડનગરમાં ચાલી રહેલા વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં હાથી લાવીને થઈ ગજપૂજા

Published : 15 November, 2026 03:07 PM | Modified : 15 November, 2026 03:17 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા ૪ દિવસથી ચાલી રહેલા મહાયજ્ઞમાં ૧૪૪ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ભગવાન ગણેશજીને ૧૦ હજાર મોદકની આહુતિ અર્પિત કરવામાં આવી હતી. ચોથા દિવસે પ્રાતઃકાળે ઋગ્વેદસંહિતા હવનથી ધાર્મિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

વડનગરમાં ભવ્ય ગજપૂજા

વડનગરમાં ભવ્ય ગજપૂજા


ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરમાં ચાલી રહેલા વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં મંડપમાં હાથી લાવીને ગજપૂજા કરવામાં આવી હતી. છેલ્લા ૪ દિવસથી ચાલી રહેલા મહાયજ્ઞમાં ૧૪૪ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ભગવાન ગણેશજીને ૧૦ હજાર મોદકની આહુતિ અર્પિત કરવામાં આવી હતી. ચોથા દિવસે પ્રાતઃકાળે ઋગ્વેદસંહિતા હવનથી ધાર્મિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં ભગવાન ગણપતિનું ધ્યાન ધરીને મંત્રો દ્વારા ૮૦૦૦ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગજપૂજા, ગૌપૂજા, અશ્વપૂજાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. અતિરુદ્ર મહાયજ્ઞમાં ૧૪૪ બ્રાહ્મણો દ્વારા મહાન્યાસ, લઘુન્યાસ અને શ્રીરુદ્રના પાઠ તેમ જ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અનુષ્ઠાન દરમ્યાન ભગવાન પાસે દેશમાં સુખ-શાંતિ, ધન-ધાન્યની વૃદ્ધિ અને ખાસ કરીને દેશની સરહદો પર તહેનાત આપણા જવાનોના ઉત્તમ સ્વાસ્થ્ય અને રક્ષા માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 03:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK