Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 15 November, 2026 02:32 PM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
કોઈ પણ પડકારનો સામનો સકારાત્મક માનસિકતા સાથે કરો. સંપૂર્ણ ઉકેલ કેવો હોવો જોઈએ એ વિશે વિચારવાને બદલે, તમે શું કરી શકો છો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. પરિસ્થિતિને સામાન્ય રીતે જોવાને બદલે, એની ઊંડાઈમાં જઈને એને સમજવાનો પ્રયાસ કરો. વરિષ્ઠ નાગરિકોને ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.

સ્કોર્પિયોની શૅડોસાઇડ
સ્કોર્પિયો રાશિના જાતકો ખરેખર શું વિચારે છે એ કોઈ જાણી શકતું નથી; તેમનો રહસ્યમય સ્વભાવ અન્ય લોકો પર નિયંત્રણ રાખવાની તીવ્ર ઇચ્છાના રૂપમાં પ્રગટ થઈ શકે છે. જો તેમને ઈર્ષ્યા થાય અથવા કોઈ પણ રીતે તેમના માર્ગમાં અવરોધ આવે, તો તેઓ અત્યંત કઠોર કે ખરાબ વર્તન કરી શકે છે, જેનાથી તેઓ ઘણી વાર પોતાના માટે જ બિનજરૂરી મુશ્કેલીઓ ઊભી કરે છે. આ રાશિના લોકો લાંબા સમય સુધી મનમાં દ્વેષ કે વેરભાવ રાખી શકે છે અને બદલો લેવાની ભાવનામાં તેઓ એકદમ ઝનૂની બની શકે છે. 



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


જો જરૂર હોય તો મદદ માગો અથવા મદદ કરો અને સમસ્યાનું સમાધાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પણ કાનૂની બાબતને તાત્કાલિક અને યોગ્ય રીતે સંભાળો.
લાઇફ ટિપ : પરિપક્વતા અને ક્ષમતાના આગલા સ્તર પર આગળ વધો. નિષ્ણાતોની વાત પર ધ્યાન આપો, પરંતુ તમારી પરિસ્થિતિના આધારે તમારા નિર્ણયો જાતે લો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


જો તમને સ્પષ્ટ ખ્યાલ હોય કે તમે શું ઇચ્છો છો, તો કોઈ પણ મુશ્કેલી ઉકેલાઈ જશે. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં તમને જરૂરી તમામ માહિતી મેળવી લો.
લાઇફ ટિપ : હોદ્દા પર રહેલી વ્યક્તિ પ્રત્યે તમે કેવી પ્રતિક્રિયા આપો છો એના પર ધ્યાન આપો; તમે પોતે એ હોદ્દા પર હોવ ત્યારે તમે શું અપેક્ષા રાખો છો, તે બાબતે પણ વિચાર કરો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

જો તમારે પસંદગી કરવાની હોય અને તમારી પાસે અનેક વિકલ્પો હોય, તો સમજી-વિચારીને નિર્ણય લો. કામમાં ખૂબ વ્યસ્ત હોવા છતાં મેસેજ અને ઈ-મેઇલનો જલદી જવાબ આપો.
લાઇફ ટિપ : કોઈ પણ પડકારનાં મૂળ ભૂતકાળમાં હોઈ શકે છે. તેથી પડકારનો સામનો કરવા માટે પ્રથમ દૃષ્ટિએ અજુગતો કે વિરોધાભાસી લાગે એ છતાં અલગ અભિગમ અપનાવવો પડી શકે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

ભલે તમને લાગતું હોય કે તમારી વાત વાજબી છે, તે છતાં તમે શું કહો છો અને કેવી રીતે કહો છો એ બાબતે સાવચેત રહો. મર્યાદિત બજેટમાં જીવનારાઓએ ધ્યાન રાખવું જોઈએ.
લાઇફ ટિપ : તમને શેના પ્રત્યે ઉત્સાહ છે એ સમજો અને એ પણ જુઓ કે તમે લીધેલા નિર્ણયો દ્વારા ક્યારે અન્ય લોકોને પ્રેરણા આપો છો. તમે બીજા માટે એક ઉત્તમ ઉદાહરણ બની શકો છો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જો તમે સમજી-વિચારીને નિર્ણયો લો, તો કોઈ પણ પડકારનો સામનો કરી શકાય છે. ભલે થોડી મહેનત કરવી પડે તે છતાં શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવાનો પ્રયાસ કરો.
લાઇફ ટિપ : પ્રામાણિક રહો અને અન્ય લોકોને મદદ કરવાની ઇચ્છા હોય ત્યારે પોતાની પ્રતિભા બતાવવામાં જરાય સંકોચ ના કરો. તમારો ઉદ્દેશ્ય લોકોનું ધ્યાન ખેંચવાનો ના હોવો જોઈએ.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારી સાથે રહેતા પરિવારના સભ્ય સાથે દલીલબાજીમાં ઊતરવાનું ટાળવાનો પ્રયાસ કરો. જે લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે, તેવા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : તમારી વર્તમાન પરિસ્થિતિને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જુઓ. અત્યાર સુધીની તમારી લાઇફ-જર્નીનું અવલોકન કરો અને વિચારો કે ભવિષ્યમાં તમે ક્યાં પહોંચવા માગો છો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમારે શું કહેવું છે એ વિશે વિચારો અને ઑફિસમાં કોઈની સાથે સંઘર્ષમાં ઊતરવાનું ટાળવાનો પ્રયાસ કરો. તમારા સ્વાસ્થ્યનું થોડું વિશેષ ધ્યાન રાખો.
લાઇફ ટિપ : વાતચીતમાં આવતા અવરોધોને દૂર કરો અને સામેની વ્યક્તિ શું કહેવા માગે છે એ ખરેખર સમજવાનો પ્રયાસ કરો. સોશ્યલ મીડિયા પર તમે શું મૂકો છો એ બાબતે સાવચેત રહો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

યોગ્ય રીતે સંભાળો, તો નાનકડો વિચાર પણ મોટી સંભાવના ધરાવી શકે છે. અવિવાહિત અને નવા લોકોને મળવા માગતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : મોટું વિચારો અને પરિસ્થિતિ મુજબ દૃષ્ટિકોણ બદલવા માટે તૈયાર રહો. પોતાની જાત પર ઇન્વેસ્ટ કરો અને તમારી સ્કિલને ઉચ્ચ સ્તરે લઈ જવાનો પ્રયાસ કરો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જે લોકો તમારા માટે ખરેખર મહત્ત્વના છે અને જેઓ સાચા અર્થમાં તમારી પરવા કરે છે, તેમના માટે સમય ફાળવો. રોકાણ અને નાણાકીય બાબતોમાં શિસ્તબદ્ધ રહો.
લાઇફ ટિપ : અન્ય લોકો સાથે કામ કરતી વખતે, મતભેદો કે ભિન્નતાઓ પ્રત્યે આદરભાવ રાખો. તમારી પોતાની જરૂરિયાતો અને અન્યોની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવી રાખો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે તેવી ખરાબ આદતોને સુધારવા પર કામ કરો. જો તમે ઘરનું રિનોવેશન કરાવતા હોવ કે નવું ઘર ખરીદવાના હોવ, તો બજેટનું પાલન કરો.
લાઇફ ટિપ : જીવનમાં અવગણી શકાય અથવા બીજા પાસેથી કામ કરાવી શકાય એવાં ક્ષેત્રો પર ધ્યાન આપો; આમ કરવાથી તમે તમારો પાવર બીજાને આપી રહ્યા છો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમારા માટે મહત્ત્વની વ્યક્તિ સાથે ચર્ચા કરતી વખતે તમારા શબ્દોને ખૂબ કાળજીપૂર્વક પસંદ કરો. સિંગલ્સ હવે કૅઝ્યુઅલ ડેટિંગ પસંદ કરી શકે છે.
લાઇફ ટિપ : ઉપરછલ્લું જીવન આરામદાયક લાગતું હોય તે છતાં ઉપરછલ્લી રીતે જીવવાને બદલે ઊંડાણમાં ઊતરો. તમારા જૂના વ્યક્તિત્વને છોડવા અને પરિવર્તન લાવવા તૈયાર રહો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ પણ કાનૂની બાબત કે દસ્તાવેજી કામકાજમાં ઝીણવટભરી કાળજી રાખો. જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય, તો તમે શું ઇચ્છો છો એ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા રાખો.
લાઇફ ટિપ : અન્ય લોકોની લાગણી પ્રત્યે સંવેદનશીલ અને તમારી પોતાની લાગણીઓ પ્રત્યે સજાગ રહો; કોની લાગણી કઈ છે એ પારખતાં શીખો. ઇચ્છા મુજબ નહીં, પરંતુ જે યોગ્ય છે એ કરો.

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 02:32 PM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK