Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


રથમાં બિરાજમાન સુભદ્રાજીનાં દર્શન. તસવીર જનક પટેલ.

નગરના નાથ જગન્નાથજીને વધાવ્યા અક્ષત કુમકુમથી અમદાવાદી ભક્તજનોએ

અમદાવાદમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ ૧૪૯મી રથયાત્રા ઃ સંભવિત રીતે પહેલી વાર એવું બન્યું કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં ચાલતા જોવા મળ્યા ઃ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પ્રભુને વધાવ્યા ગુલાબનાં ફૂલોથી ઃ ઈરાન-અમરિકા યુદ્ધ તેમ જ હોર્મુઝની ખાડી, ગૅસ, પેટ્રોલના ટૅબ્લો અને પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ ઃ હાથીઓના બંધાયા પગ: અમિત શાહ મંગળા આરતીમાં થયા સહભાગી. ગુજરાતમાં ગઈ કાલે અષાઢી બીજે અમદાવાદના જગન્નાથજી મંદિરેથી હર્ષોલ્લાસપૂર્વક નીકળેલી પૌરાણિક, ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. નગરજનોને વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજી દર્શન આપવા માટે સામે ચાલીને નગરમાં નીકળે છે ત્યારે નગરમાં પધારેલા નગરના નાથ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ અક્ષત કુમકુમ અને ફૂલોથી વધાવ્યાં હતાં. સમી સાંજે અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી અમીછાંટણાં કર્યાં હતાં.આ વખતે નીકળેલી રથયાત્રામાં સંભવિત રીતે આવું પહેલી વાર બન્યું છે કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી ચાલતા જોવા મળ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી જમાલપુર દરવાજા તરફ અને ત્યાંથી આગળ પગપાળા જતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે રથયાત્રામાં મહંત જીપમાં બેસતા હોય છે, પરંતુ તેઓ હાથીઓની સાથે-સાથે ચાલતા જતા હતા. રથયાત્રાનાં દર્શન કરવા આવેલા અગણીત ભક્તજનોને પણ મહંતને આમ પગપાળા ચાલતા જોઈને અચરજ થયું હતું અને સાથે-સાથે આનંદ પણ થયો હતો કે મહંત પદયાત્રા કરી રહ્યા છે. ધાર્મિકજનોએ મહંતના આશીર્વાદ પણ લીધા હતા. જોકે પાછળથી તેઓ જીપમાં બેસીને રથયાત્રાના રૂટ પર આગળ વધ્યા હતા.

17 July, 2026 02:22 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાને સુરત જિલ્લાના હજીરામાં એક મુખ્ય ઔદ્યોગિક કૉમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. તેમણે ચાલી રહેલા બાંધકામ અને ઉત્પાદન અંગે અધિકારીઓએ પાસેથી માહિતી પણ મેળવી હતી.

પીએમ મોદીની ગુજરાત મુલાકાતમાં કરોડોના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, જુઓ તસવીરો

ગુજરાતની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત અને હજીરામાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન, તેમણે લાર્સન ઍન્ડ ટુબ્રોના ઔદ્યોગિક અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી અને રાજ્યમાં હજારો કરોડ રૂપિયાના વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

05 June, 2026 07:26 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે આ ગુજરાતીઓ

ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે આ ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE), SSC, CBSEનું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...

09 May, 2026 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું અશોક હિંડોચાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: 24x7 સેવા, મફત સારવાર: ની:શબ્દ પ્રાણીઓ માટે અશોક હિંડોચાની અનોખી પહેલ

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું અશોક હિંડોચાને, જેમણે પોતાનું જીવન પ્રાણી કલ્યાણ માટે સમર્પિત કર્યું છે. આ જીવો પ્રત્યેની તેમની સહાનુભૂતિ એટલી ઊંડી છે કે તેના કારણે તેઓ અને તેમની ટીમ ૧૪ લાખથી વધુ પ્રાણીઓની મફતમાં સારવાર કરી શક્યા.

07 May, 2026 07:01 IST | Rajkot | Hetvi Karia
આજનાં વન્ડર વુમન છે હીના પરમાર (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન: ગામડાંઓની મહિલાઓ માટે દીવાદાંડીરૂપ બનેલાં પાલનપુરનાં મહેંદી આર્ટિસ્ટ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજના આપણાં વન્ડર વુમન છે હીના પરમાર. પાલનપુરના એક ગામડામાં રહેતા હીના પરમાર પોતે પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ છે. ખાસ વાત તો એ છે કે તેઓએ હર્ષ લિંબાચિયાનાં મમ્મી રીટા લિંબાચિયાને મહેંદી મૂકીને ખુશ કરી નાખ્યાં હતાં. તો, આવો જાણીએ હીનાબહેનની અત્યારસુધીની કલામય સફર.

29 April, 2026 01:50 IST | Palanpur | Dharmik Parmar
આ જાહેરાતનો ઉદ્દેશ્ય ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાનો છે.

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે ગ્લોબલ યુનિવર્સિટીની જાહેરાત કરી

અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ યુનિવર્સિટીને વન્યજીવન સંરક્ષણ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક સંસ્થા તરીકે બિરદાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાનો છે.

10 April, 2026 09:17 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વની ઊજવણીની તસવીરોનું કૉલાજ

રાજકોટ: ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’નું આયોજન, મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી

19મી સદીના આત્મજ્ઞાની સંત Shrimad Rajchandraના 125મા સમાધિદિન નિમિત્તે રાજકોટમાં “પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 4 એપ્રિલથી 7 એપ્રિલ 2026 દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે યોજાઈ રહ્યું છે. આ આયોજન Shrimad Rajchandra Gyan Mandir Trust દ્વારા કરવામાં આવ્યું છે.

06 April, 2026 06:51 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું રણજીત ઠાકોરને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

‘જીવવું હોય તો પર્યાવરણ બચાવો’: વન્યજીવ બચાવતા રણજીત ઠાકોરની પ્રેરણાદાયક સફર

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું રણજીત ઠાકોરને જેમણે પર્યાવરણ બચાવવાનું બીડું પોતાના ખભા પર ઉપાડ્યું છે. તે અમદાવાદમાં રજિસ્ટર્ડ વન્યજીવન રેસ્કયુઅર છે. આવો તેમના વિશે વધુ જાણીએ...

25 March, 2026 09:31 IST | Mumbai | Hetvi Karia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK