Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



૬ મહિનામાં ૮ ગુના ઉકેલી આપ્યા છે ગુજરાત પોલીસના સ્નિફર ડૉગ્સે

છેલ્લા ૬ મહિનામાં બનેલા વિવિધ ગુનાઓમાંથી ૮ ગુના ઉકેલવામાં ગુજરાત પોલીસના સ્નિફર ડૉગ્સે મહત્ત્વનો રોલ ભજવ્યો છે અને હત્યા, રેપ, ચોરી તેમ જ ડ્રગ્સના ગુના ઉકેલવામાં બીના, પેની, પાવર અને ગિગલી નામના શ્વાનો પોલીસને હેલ્પફુલ બની રહ્યા છે.

04 December, 2024 01:03 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસને વલસાડ સ્ટેશને સ્ટૉપેજ આપવાની માગણી

વલસાડ જિલ્લાના રોજ અપડાઉન કરતા લોકો માટે વલસાડથી દહાણુ વચ્ચે સવારે તેમ જ સાંજે નવી ટ્રેન શરૂ કરવા માટે વિનંતી કરી હતી.

04 December, 2024 01:00 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

ભરૂચના અંકલેશ્વર ખાતે કંપનીમાં જોરદાર બ્લાસ્ટ, ઓછામાં ઓછા ચાર લોકોના મોત

Bharuch Ankleshwar Blast: ભરૂચના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક કચરો ટ્રીટમેન્ટ કંપની ડીટોક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં કામદારો સ્ટોરેજ ટાંકી પર કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.

03 December, 2024 08:24 IST | Bharuch | Gujarati Mid-day Online Correspondent

સુરતમાં BJPનાં મહિલા મોરચાનાં વૉર્ડ-પ્રમુખે શા માટે કરી આત્મહત્યા?

પોતાનાં ત્રણ બાળકો ઘરમાં જ હતાં અને દીપિકા પટેલે સુસાઇડ કરી લીધું: કૉર્પોરેટર ચિરાગ સોલંકીએ પોલીસ બોલાવ્યા વિના મૃતદેહ કેમ નીચે ઉતાર્યો એવો સવાલ ઊઠ્યો

03 December, 2024 12:48 IST | Surat | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સુરતમાં બેડરૂમમાંથી મળી આવી ભાજપના મહિલા નેતાની લાશ, ફોન પર તણાવમાં છું એમ કીધું

BJP Women Leader Found Dead in Surat: પોલીસે જણાવ્યું કે દીપિકાનો મૃતદેહ સુરતના ભીમરાડ વિસ્તારમાં સ્થિત તેમના ઘરેના બેડરૂમમાંથી મળી આવ્યો હતો અને તેમના સહકર્મી કહે છે કે તે તણાવમાં હતા. દીપિકા સુરતના વોર્ડ નંબર 30માંથી ભાજપ મહિલા મોરચાના નેતા હતા.

02 December, 2024 09:19 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
ભાવેશ (ધ્રુવ) ભાનુશાલી.

બે વર્ષ ૪ મહિનાથી ૧૪ વર્ષના કિશોરનો પત્તો નથી લાગી રહ્યો

વલસાડના દીક્ષિત મહોલ્લા વિસ્તારમાં દયાસાગર અપાર્ટમેન્ટમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા સંજય ભાનુશાલીનો ૧૪ વર્ષનો પુત્ર ભાવેશ (ધ્રુવ) ૨૦૨૨ની ૨૫ જુલાઈથી રહસ્યમય રીતે ગાયબ છે

01 December, 2024 01:19 IST | Valsad | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કીમમાં આવેલી ટ્રૅક સ્લૅબ ફૅક્ટરીની મુલાકાત લઈને ટ્રૅક સ્લૅબ વિશે જાણકારી મેળવી હતી.

દ​ક્ષિણ ગુજરાતના કીમની ફૅક્ટરીમાં બની રહ્યા જપાની ટેક્નિકથી બુલેટ ટ્રેન સ્લૅબ

કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ૧૯ એકરમાં ફેલાયેલી ફૅક્ટરીની મુલાકાત લીધી, જ્યાં બને છે દરરોજ ૧૨૦ મોટા સ્લૅબ

01 December, 2024 12:27 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

પૈસા અને પર્યાવરણ બન્નેનું ધ્યાન રહે તેવું ડિવાઇઝ બનાવ્યું છે ચિરાગ પંચાલે

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું ચિરાગ પંચાલ (Chirag Panchal)ને. જેમણે પૈસા કમાવવાની સાથે-સાથે પર્યાવરણનું પણ ધ્યાન રહે એવું એક ડિવાઇઝ બનાવ્યું છે.
27 November, 2024 04:00 IST | Mumbai | Rachana Joshi

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં BJPએ સૌથી વધુ વિધાનસભ્યોનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો

વાવ બેઠક જીતી એને પગલે વિધાનસભામાં સંખ્યાબળ વધીને ૧૬૨ થયું: ગુજરાત વિધાનસભામાં ક્યારેય કોઈ એક પક્ષની આટલી બેઠકો થઈ નથી

24 November, 2024 11:49 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
BJPના જીતેલા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર.

ઉત્તર ગુજરાતમાં કૉન્ગ્રેસના ગઢ વાવમાં BJPએ ગાબડું પાડ્યું

ભારે રસાકસી બાદ BJPના સ્વરૂપજી ઠાકોર માત્ર ૨૪૪૨ મતથી જીત્યાઃ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ BJPને નહીં પણ કૉન્ગ્રેસને નડી ગયા

24 November, 2024 11:36 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ

સમર્થ IVF પોરબંદર: ડો. પારસ અને સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ

હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી લીડર્સ અને સ્થાનિક રહેવાસીઓ સહિત 1000 થી વધુ હાજરીવાળી આ ઇવેન્ટમાં ફર્ટિલિટી કેરની ઉપલબ્ધતા અને વધતી માંગને અનુરૂપ સેવા પૂરી પાડવા માટે IVF સેવાઓમાં સમાજના વિશ્વાસ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

22 November, 2024 03:14 IST | Porbandar | Bespoke Stories Studio

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: અશ્વિની વૈષ્ણવે ટ્રેક ટ્રેક સિસ્ટમની સમીક્ષા કરી

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: અશ્વિની વૈષ્ણવે ટ્રેક ટ્રેક સિસ્ટમની સમીક્ષા કરી

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા સુરત ફેક્ટરીની મુલાકાત લીધી હતી, જેનો હેતુ ભારતમાં હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટી લાવવાનો છે. તેમની મુલાકાત દરમિયાન, તેમણે જાપાનના હાઇ-સ્પીડ રેલ નેટવર્કથી પ્રેરિત અદ્યતન ટ્રેક સિસ્ટમના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પ્રોજેક્ટ માટે જે ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યા છે તે મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરીને વધુ સ્થિરતા અને ગતિ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. મંત્રીએ બુલેટ ટ્રેન સિસ્ટમને કાર્યક્ષમ અને ભરોસાપાત્ર બનાવવા માટે આધુનિક ટેક્નોલોજી અને સલામતી સુવિધાઓનો સમાવેશ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ માત્ર પરિવહનને વેગ આપશે નહીં પરંતુ આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, નોકરીઓનું સર્જન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે.

01 December, 2024 01:13 IST | Surat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK