‘Kuch Sapney Apne’ to screen in Ahmedabad: LGBTQ-આધારિત હિન્દી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ `કુછ સપને અપને` નું એક ખાસ થિયેટર સ્ક્રીનિંગ અમદાવાદમાં યોજાવાનું છે.
કુછ સપને અપને
LGBTQ-આધારિત હિન્દી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ `કુછ સપને અપને` નું એક ખાસ થિયેટર સ્ક્રીનિંગ અમદાવાદમાં યોજાવાનું છે. શ્રીધર રંગાયન અને સાગર ગુપ્તા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યે PVR પેલેડિયમ, અમદાવાદ ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. ગાંધિનગર ક્વિયર પ્રાઇડ ફાઉન્ડેશનના ડિરેક્ટર રાહુલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં ‘કુછ સપને અપને’નું આ વિશેષ સ્ક્રીનિંગ લાવવા માટે અમે ઉત્સાહિત છીએ. પરિવાર, પોતાની ઓળખ અને ‘ઘર’ વિશે ફિલ્મ ઉઠાવતી બાબતો ઘણા લોકો માટે ખૂબ જ વાસ્તવિક છે. ગુજરાતમાં ક્વિયર-અનુકૂળ જગ્યા ઊભી કરવાની અમારી સતત કોશિશનો આ સ્ક્રીનિંગ પણ એક ભાગ છે, જે કહે છે કે તમારી વાર્તાઓ, તમારા સપનાઓ અને તમારા પરિવાર અહીં મહત્વ ધરાવે છે.”
આ ફિલ્મ અત્યાર સુધીમાં 12 આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતી ચૂકી છે અને વિશ્વભરના 32 ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ છે. ફેબ્રુઆરી 2025 માં એક અઠવાડિયા માટે ભારતના 10 શહેરોમાં થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ `પ્રેમ એ પ્રેમ છે` ના મજબૂત સંદેશને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે.
ADVERTISEMENT
ફિલ્મના બીજા તબક્કાના થિયેટર રન અંતર્ગત, PVR સીનેમઝની ‘Screen It’ પહેલ દ્વારા ફિલ્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલ હેઠળ ભારતભરમાં કોઈ પણ વ્યક્તિ PVR એપ દ્વારા ફિલ્મનું સ્ક્રીનિંગ શેડ્યૂલ કરી શકે છે અને જો નિર્ધારિત સંખ્યામાં દર્શકો નોંધણી કરે તો શો યોજવામાં આવે છે.
ફિલ્મના દિગ્દર્શક શ્રીધર રંગાયને કહ્યું, "આ ફિલ્મ ખાસ કરીને મોટા પડદા માટે બનાવવામાં આવી છે. અમે એવી ફિલ્મ બનાવવા માટે સખત મહેનત કરી છે જે હૃદયને સ્પર્શે અને રૂઢિચુસ્તોને પ્રશ્ન કરે. સ્વતંત્ર ફિલ્મો માટે દર્શકો સુધી પહોંચવાના નવા રસ્તા શોધવા જરૂરી છે અને PVR સિનેમાની આ નવી પહેલ સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અમદાવાદમાં આ સ્ક્રીનિંગ માટે ગાંધીનગર ક્વીર પ્રાઇડ ફાઉન્ડેશન સાથે સહયોગ કરીને અમને આનંદ થાય છે."
ગાંધિનગર ક્વિયર પ્રાઇડ ફાઉન્ડેશનના ડિરેક્ટર રાહુલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં ‘કુછ સપને અપને’નું આ વિશેષ સ્ક્રીનિંગ લાવવા માટે અમે ઉત્સાહિત છીએ. પરિવાર, પોતાની ઓળખ અને ‘ઘર’ વિશે ફિલ્મ ઉઠાવતી બાબતો ઘણા લોકો માટે ખૂબ જ વાસ્તવિક છે. ગુજરાતમાં ક્વિયર-અનુકૂળ જગ્યા ઊભી કરવાની અમારી સતત કોશિશનો આ સ્ક્રીનિંગ પણ એક ભાગ છે, જે કહે છે કે તમારી વાર્તાઓ, તમારા સપનાઓ અને તમારા પરિવાર અહીં મહત્વ ધરાવે છે.”
ઉલ્લેખનીય છે કે ‘કુછ સપને અપને’ માત્ર ગે રોમેન્ટિક ડ્રામા નથી, પરંતુ પરંપરાગત સમાજમાં પરિવારની સ્વીકૃતિ, મહિલાઓનું સશક્તિકરણ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના સમાવેશ જેવા સંવેદનશીલ મુદ્દાઓને પણ સ્પર્શે છે.


