Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દીકરીના લગ્નટાણે જ બિલ્ડર પિતાએ પોતાને ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

દીકરીના લગ્નટાણે જ બિલ્ડર પિતાએ પોતાને ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Published : 03 February, 2026 08:25 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતની શનિવારની મધરાતની ઘટના : તુષાર ઘેલાણી નાજુક સ્થિતિમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુરતમાં રહેતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની દીકરીનાં લગ્ન અગાઉ શનિવારે મધરાતે પોતાના જ ઘરમાં કોઈ કારણસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જાતે જ પોતાની પિસ્તોલ લમણે મૂકીને ગોળી મારી દીધી હતી, એના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર તાત્કાલિક તેમને હૉસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તેમની નાજુક સ્થિતિ વચ્ચે સારવાર ચાલી રહી છે. 

તુષાર ઘેલાણીની દીકરીનાં પાંચમી ફેબ્રુઆરીએ લગ્ન છે. ઘરમાં દીકરીનાં લગ્નને લઈને તૈયારીઓ ચાલી રહી હતી. શનિવારે રાતે પરિવારના સભ્યો ઘરમાં હતા અને રવિવારે લગ્ન લખવાની ચર્ચાઓ ચાલી રહી હતી એને લઈને ઘરમાં ખુશીનો માહોલ હતો. આ દરમ્યાન અચાનક તુષાર ઘેલાણી પોતાના બેડરૂમમાં ગયા હતા અને પોતાની પિસ્તોલ માથે મૂકીને જાતે જ ગોળી છોડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો તેમની પાસે દોડી ગયા હતા અને તાત્કાલિક તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એકદમ નજીકથી ગોળી ચલાવી હોવાથી મગજના ડાબા ભાગમાંથી જમણા ભાગ સુધી ગોળી પહોંચી હતી. એના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ હૉસ્પિટલમાં પહોંચી હતી અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 08:25 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK