Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાઢુભાઈની પચીસમી ઍનિવર્સરીએ ગુજરાતમાં દારૂપાર્ટી રાખીને ફસાયો મુંબઈનો વેપારી

સાઢુભાઈની પચીસમી ઍનિવર્સરીએ ગુજરાતમાં દારૂપાર્ટી રાખીને ફસાયો મુંબઈનો વેપારી

Published : 06 February, 2026 07:03 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મ્યુઝિક સાથે ડાન્સ કરતા અને દારૂની મહેફિલ માણતા હતા ત્યારે પોલીસ ત્રાટકી : ૪૩ પુરુષો અને ૩૮ મહિલાઓને સાણંદ પોલીસે ઝડપી લીધાં

પોલીસે પકડ્યા ત્યારે મોઢું છુપાવતાં જોવા મળ્યા બધા

પોલીસે પકડ્યા ત્યારે મોઢું છુપાવતાં જોવા મળ્યા બધા


મ્યુઝિક સાથે ડાન્સ કરતા અને દારૂની મહેફિલ માણતા હતા ત્યારે પોલીસ ત્રાટકી : ૪૩ પુરુષો અને ૩૮ મહિલાઓને સાણંદ પોલીસે ઝડપી લીધાં : મુંબઈની બે મહિલાઓ અને ત્રણ પુરુષનો એમાં સમાવેશ : દારૂની ૧૮ બૉટલ, ૧૦ હુક્કા, હુક્કાની ફ્લેવર્સનાં ૮ પૅકેટ તેમ જ પ્લાસ્ટિકના ૩૩ ડબ્બા પોલીસે કબજે કર્યાં: દારૂની બૉટલો, કાર, મોબાઇલ સહિત ત્રણેક કરોડ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત

મુંબઈમાં રહેતા એક બિઝનેસમૅને પોતાના સાઢુભાઈનાં લગ્નની પચીસમી ઍનિવર્સરી નિમિત્તે ગુજરાત જઈને દારૂપાર્ટી યોજી હતી. બુધવારે રાતે અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા ગોરજ ગામની સીમના પ્લૉટમાં મ્યુઝિકની સાથે ડાન્સ કરતા અને દારૂની મહેફિલ માણતા હતા ત્યારે સાણંદ પોલીસ ત્રાટકી હતી. એમાં મુંબઈની બે મહિલા અને ૩ પુરુષ સહિત ૮૧ લોકોને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. 



સાણંદ પોલીસે જણાવ્યું હતું કે ‘મુંબઈમાં મરીન ડ્રાઇવ પર રહેતા વેપારીએ સાઢુભાઈની પચીસમી ઍનિવર્સરીની ઉજવણી કરવા માટે ગોરજ ગામની સીમમાં આવેલા એક પ્લૉટમાં દારૂની પાર્ટી યોજી હતી. એમાં મહિલા અને પુરુષમિત્રોને આમંત્રણ આપ્યું હતું. આ પ્લૉટમાં રાતે દારૂની પાર્ટી ચાલતી હતી એની બાતમી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસે વગર પરમિટે દારૂની મહેફિલ માણતાં ૪૩ પુરુષો અને ૩૮ મહિલાઓને પકડી લીધાં હતાં. પોલીસે તમામ પુરુષ તથા મહિલાઓની બ્રેથ-ઍનલાઇઝર મશીનથી તપાસ કરતાં તેઓ દારૂ પીધેલાં હોવાનું જણાઈ આવ્યું હતું.’ 


પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પ્લૉટમાં મ્યુઝિક વાગતું હતું અને એના તાલ પર મહિલાઓ અને પુરુષો ડાન્સ કરી રહ્યાં હતાં. ટેબલ-ખુરસી પર બેસીને લોકો દારૂ પીતા હતા. પોલીસે પ્લૉટમાંથી વિદેશી દારૂની સીલબંધ ૮ બૉટલ, અડધી વિદેશી દારૂ ભરેલી ૭ બૉટલ, વિદેશી દારૂની ૩ ખાલી બૉટલ, ૭૦ ગ્લાસ, રબરની પાઇપવાળા ૧૦ હુક્કા, હુક્કાની ફ્લેવર્સનાં ૮ પૅકેટ, હુક્કાની ફ્લેવર્સના પ્લાસ્ટિકના ૩૩ ડબ્બા, બાવીસ ફોર-વ્હીલર, ૭૪ મોબાઇલ ફોન સહિત કુલ ૨,૯૧,૮૪,૨૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 07:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK