તો એને મૅન્યુઅલી કે કસ્ટમાઇઝેશન દ્વારા દૂર કરી શકાય છે. ઍન્ડ્રૉઇડમાં ઑટોમૅટિક કેટલાંક ઉપયોગમાં ન હોય એવાં ફીચર પણ ઑન થઈ જતાં હોય છે જેને રોજબરોજના જીવનમાં અકળાવાને બદલે આટલું કરી લો તોસૉર્ટેડ થઈ જશો
પ્રતીકાત્મક તસવીર
સ્માર્ટફોન હવે જેમ-જેમ વધુ સ્માર્ટ થઈ રહ્યા છે એમ-એમ એટલા જ એનોઇંગ પણ થઈ રહ્યા છે. સ્માર્ટફોનમાં હવે બટન ઓછાં છે અને ફીચર વધુ છે એથી ઓછાં બટનમાં વધુ ફીચરનો સમાવેશ કરવામાં કંપનીઓને તકલીફ પડી રહી છે. સૅમસંગની ગૅલેક્સી સિરીઝમાં પણ આ જ તકલીફ પડી રહી છે. એક ડિવાઇસમાં ઘણાં ફીચર આપવા માટે હવે કંપનીઓએ કૉમ્પ્રોમાઇઝ કરવું પડી રહ્યું છે અને એક જ બટનમાં એક કરતાં વધુ ફીચરનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે પાવર ઑફનું બટન હવે ફોનને બંધ કરવા, રીસ્ટાર્ટ કરવા, લૉક કરવા અને વૉઇસ અસિસ્ટન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આજે એવાં કેટલાંક ફંક્શનને જોઈએ જે યુઝરને ઇરિટેટ કરે છે અને એને બંધ કરવાથી સ્માર્ટફોન ફરી નૉર્મલ ફીચર માટે ઉપયોગમાં લઈ શકાય છે.
નેવિગેશન બટન | મોટા ભાગના ઍન્ડ્રૉઇડ મોબાઇલમાં હવે જેસ્ચર નેવિગેશન ફીચર આવી ગયું છે, પરંતુ સૅમસંગ હજી પણ એની ટ્રેડિશનલ પદ્ધતિને વળગી રહી છે. સૅમસંગમાં હજી પણ સ્ક્રીન પર બૉટમમાં ત્રણ બટન આપવામાં આવ્યાં છે જેમાંથી એક બૅક બટન છે. આ બૅક બટનને રાઇટમાં આપવામાં આવ્યું છે જે ફક્ત અને ફક્ત સૅમસંગમાં જ જોવા મળે છે. આ બટન લેફ્ટમાં આવવું જોઈએ અને બૅક ઑપ્શન માટે એ ઉપયોગી પણ છે. યુઝર જ્યારે રીસન્ટ ઍપ મેનુ ઓપન કરે ત્યારે રીસન્ટ ઍપ્લિકેશન લેફ્ટમાં જ હોય છે. આથી અન્ય મોબાઇલ કંપનીમાંથી સૅમસંગમાં સ્વિચ થયેલા યુઝર માટે આ બટન તકલીફદાયક છે. આ માટે સેટિંગ્સમાં જઈને ડિસ્પ્લેમાં જઈને નેવિગેશન બારમાં બટન ઑર્ડર આવે છે એમાં જઈને યુઝર પોતાની મરજી મુજબની જગ્યા સ્વિચ અથવા તો પસંદ કરી શકે છે.
ADVERTISEMENT
પાવર બટન | પાવર બટનનો ઉપયોગ ફોન રીસ્ટાર્ટ કરવા અથવા તો બંધ કરવા અથવા તો લૉક કરવા માટે કરવામાં આવતો હતો. આ બટન દબાવીને છોડી દેતાં ફોન લૉક થઈ જાય છે અને એને દબાવી રાખતાં એ રીસ્ટાર્ટ અથવા તો પાવર ઑફનો ઑપ્શન આપે છે. જોકે હવે આ બટનને દબાવી રાખતાં બિક્સબાય ઓપન થાય છે. આ એક વૉઇસ અસિસ્ટન્ટ ઍપ્લિકેશન છે. જો તમે આ વૉઇસ ઍપ્લિકેશનનો ઉપયોગ ન કરવા ઇચ્છતા હો તો સેટિંગ્સમાં જઈને ઍડ્વાન્સ ફીચરમાં સાઇડ કી ઑપ્શન શોધો. એના પર ક્લિક કરતાં એક વિન્ડો ઓપન થશે જેમાં પાવર બટન અને વેક બિક્સબાય એમ ઑપ્શન હશે. એમાંથી પાવર બટન સિલેક્ટ કરતાં બિક્સબાય બંધ થઈ જશે. અલગ–અલગ ઍન્ડ્રૉઇડ વર્ઝનમાં અલગ જગ્યાએ આ સેટિંગ્સ હશે. આથી સાઇડ કી અથવા તો બિક્સબાટ ઍપ્સમાં જઈને એને બંધ કરી શકાય છે.
સૅમસંગ ફ્રી | સૅમસંગે હોમ સ્ક્રીન માટે પોતાની સર્વિસ શરૂ કરી છે. હોમ સ્ક્રીન પર યુઝર્સને ન્યુઝ, વિડિયો, પૉડકસ્ટ અને ગેમ્સ જેવી વિવિધ સુવિધાઓ સૅમસંગ દ્વારા આપવામાં આવે છે અને એ પણ ફ્રીમાં. આ માટે આ ફીચરનું નામ સૅમસંગ ફ્રી રાખવામાં આવ્યું છે. આ ફીચર હોમ સ્ક્રીન પર જોવા મળે છે. બની શકે કે કેટલાક યુઝર આ સર્વિસનો ઉપયોગ ન કરવા માગતા હોય. આ માટે બે ઑપ્શન છે. સૅમસંગ ફ્રીની જગ્યાએ ગૂગલ ડિસ્કવરનો ઉપયોગ કરી શકાય છે. ગૂગલ ડિસ્કવર પણ એવી જ સર્વિસ પૂરી પાડે છે, પરંતુ એ ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. આ માટે સેટિંગ્સમાં જઈને હોમ સ્ક્રીનમાં જઈને ઍડ મીડિયા પેજ ટુ હોમ સ્ક્રીન ઑન કરવાનું રહેશે. આ ઑન કર્યા બાદ એમાં ગૂગલ ડિસ્કવર અથવા તો સૅમસંગ ફ્રીનો ઉપયોગ કરી શકાય છે. જો આ બેમાંથી એક પણ સર્વિસનો ઉપયોગ ન કરવો હોય તો ઍડ મીડિયા પેજ ટુ હોમ સ્ક્રીનને ઑફ કરવાનું રહેશે.
આમ કસ્ટમાઇઝેશન દ્વારા સૅમસંગમાં ઘણાં ઇરિટેટિંગ ફીચરને દૂર કરી શકાય છે, જેમાં નોટિફિકેશન પૅનલ ટૅબનો પણ ઉપયોગ થાય છે. મોટા ભાગે આ તમામ ફીચર મૅન્યુઅલી ઑન હોય છે અને યુઝરને ખબર ન હોવાથી નાછૂટકે પણ એનો ઉપયોગ કરતા રહે છે, પરંતુ કસ્માઇઝેશન હંમેશાં એક ઑપ્શન ઍન્ડ્રૉઇડ ફોનમાં આવે છે.
બૅકગ્રાઉન્ડ ઍપ્સ બંધ ન કરવી હોય તો...
આજકાલ ઘણી કંપનીઓ તેમની ડિવાઇસની બૅટરીને બચાવવા માટે બૅકગ્રાઉન્ડ ઍપ્લિકેશનને બંધ કરી દે છે. થોડા સમયથી વધુ માટે એ ઍપ્સનો ઉપયોગ ન કર્યો હોય તો બૅકગ્રાઉન્ડમાં રહેલી એ ઍપ્લિકેશન ઑટોમૅટિક બંધ થઈ જાય છે. પરિણામે ઘણી વાર યુઝર્સને જરૂરી નોટિફિકેશન નથી મળતાં. આથી યુઝરને એમ હોય છે કે તેની ઍપ્લિકેશન ચાલુ છે, પરંતુ હકીકતમાં એ બંધ થઈ ગઈ હોય છે. આ માટે બે ઑપ્શન છે. પહેલો, બૅટરી ઑપ્ટિમાઇઝેશનને સંપૂર્ણપણે બંધ કરી દેવું, બીજો ઑપ્શન છે કે સેટિંગ્સમાં બૅટરી ઑપ્શનમાં જઈને વિવિધ ઍપ્લિકેશન માટે બૅટરી ઑપ્ટિમાઇઝેશનને મૅન્યુઅલી પસંદ કરવું. આથી જરૂરી ઍપ્લિકેશન બૅકગ્રાઉન્ડમાં બંધ નહીં થાય, પરંતુ નકામી ઍપ્લિકેશન બંધ થઈ જશે.

