Tanushree Dutta breaks down in video: અભિનેત્રી તનુશ્રી દત્તાએ શેર કરેલા વીડિયોએ બોલિવૂડ સ્ટાર્સ અને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે; અભિનેત્રીએ રડતાં-રડતાં જણાવ્યું છે કે ઘરમાં તેનું શોષણ થઈ રહ્યું છે; તેણે પોલીસની મદદ પણ માંગી છે
તનુશ્રી દત્તા
`આશિક બનાયા આપને` (Aashiq Banaya Aapne) ફિલ્મથી ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર અભિનેત્રી તનુશ્રી દત્તા (Tanushree Dutta)ને કોણ નથી જાણતું! પરંતુ અભિનયથી અંતર રાખનાર તનુ આજકાલ પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. નાના પાટેકર (Nana Patekar) પર ‘મી ટૂ’ ઝુંબેશ (MeToo row) હેઠળ લાગેલા આરોપો બાદ, તનુશ્રી દત્તાનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલો તેનો એક વીડિયો છે જેમાં તે ઉત્પીડન અને શોષણ વિશે ખુલાસો કરતી જોવા મળે છે. તનુશ્રીના આ વીડિયોએ સનસનાટી મચાવી દીધી છે.
મંગળવારે તનુશ્રી દત્તાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે ખૂબ જ રડતી (Tanushree Dutta breaks down in video) જોવા મળી રહી છે. આ ઉપરાંત, તેણે વીડિયો (Viral Video)માં કહ્યું છે કે, તેના પોતાના ઘરમાં જ તેને હેરાન કરવામાં આવી રહી છે. વીડિયોમાં અભિનેત્રી કહી રહી છે કે છેલ્લા ઘણા વર્ષોથી તે પોતાના ઘરમાં શોષણનો સામનો કરી રહી છે. તે આ પરિસ્થિતિથી કંટાળી ગઈ છે અને આજે તેણે પોલીસ (Mumbai Police)ને ફોન કર્યો છે. એટલું જ નહીં, તનુશ્રીએ લોકોને મદદ માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
તનુશ્રી દત્તાએ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘હું આ ઉત્પીડનથી કંટાળી ગઈ છું! ૨૦૧૮થી ચાલી રહ્યું છે. હેશટેગ MeToo. આજે, કંટાળીને મેં પોલીસને ફોન કર્યો. કૃપા કરીને કોઈ મારી મદદ કરો! મોડું થાય તે પહેલાં કંઈક કરો.’
તનુશ્રીએ કેમેરા સામે રડતા રડતા વિનંતી કરી અને કહ્યું, ‘મારા પોતાના ઘરમાં જ મારું શોષણ થઈ રહ્યું છે. મારા પોતાના ઘરમાં જ મારું ઉત્પીડન થઈ રહ્યું છે. મેં આજે પોલીસને ફોન કર્યો.’
View this post on Instagram
વીડિયોમાં તનુશ્રી દત્તાએ કહ્યું કે, ‘કંટાળીને મેં પોલીસને ફોન કર્યો. પોલીસે આવીને મને પોલીસ સ્ટેશન આવવા અને કેસની સંપૂર્ણ વિગતો આપવા અને મારો રિપોર્ટ નોંધાવવા કહ્યું. હું ઘણા સમયથી પીડાઈ રહી છું અને છેલ્લા પાંચ વર્ષથી આ બધું સહન કરી રહી છું. મારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. હું બીમાર છું, ન તો હું કોઈ કામ કરી શકું છું અને ન તો હું મારા ઘર પર ધ્યાન આપી શકું છું. મોડું થાય તે પહેલાં, કોઈ મને મદદ કરે અને આ સમસ્યામાંથી બહાર નીકાળો. હું ઘરે નોકરાણી રાખી શકતી નથી, મારી જાસૂસી થાય છે.’
જોકે, આ સમગ્ર વીડિયો દરમિયાન અભિનેત્રીએ કોઈનું નામ લીધું નથી. તનુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ પણ તેનો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
નોંધનીય છે કે, ૨૦૧૮માં, તનુશ્રી દત્તાએ ૨૦૦૮માં ફિલ્મ `હોર્ન ઓકે પ્લીઝ`ના શૂટિંગ દરમિયાન નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૮માં તનુશ્રીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નાના પાટેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ વર્ષે માર્ચમાં, મુંબઈની અંધેરી કોર્ટે ૨૦૧૮માં તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર વિરુદ્ધ લગાવવામાં આવેલા `મી ટુ` આરોપોની નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે તનુશ્રી દત્તાની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જાતીય સતામણીના આરોપો સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.


