તમારા મતદારસંઘનાં એવાં પાંચ કામની યાદી આપો જે કરવાથી તમને ફાયદો મળી શકે, અમે એ કામ ફટાફટ કરી આપીશું
દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તૈયારી શરૂ કરી દીધી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના વિવિધ ભાગોના તેમના વિધાનસભ્યોની બેઠક લઈ રહ્યા છે. મુંબઈના વિધાનસભ્યોની બેઠકમાં તેમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ‘રાજ અને ઉદ્ધવ ઠાકરે બન્ને જો સાથે મળીને ચૂંટણી લડે તો પણ ખાસ ફિકર કરવાની જરૂર નથી. બન્ને ભાઈઓ સાથે આવવાથી મતની ટકાવારીમાં ચોક્કસ ફરક પડશે, પણ મરાઠી–અમરાઠીનો ફાયદો BJPને મળી શકે. રાજ અને ઉદ્ધવના નગરસેવકો ચૂંટાઈ આવે તો પણ મહાનગરપાલિકામાં તેઓ જ સત્તામાં આવે એવું નથી. આપણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) સાથે જ લડવાના છીએ. મુંબઈમાં મહાયુતિનો જ મેયર બનશે.’
દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના અન્ય જિલ્લાના વિધાનસભ્યોને કહ્યું હતું કે ‘તમારા મતદારસંઘનાં એવાં પાંચ કામની યાદી આપો જે કરવાથી તમને ફાયદો મળી શકે, અમે એ કામ ફટાફટ કરી આપીશું.’


