દરરોજ કૉલેજ કે ઑફિસમાં બૅગ લઈને જવાનું હોય ત્યારે યોગ્ય બૅગની પસંદગી કરવી જરૂરી છે નહીંતર એ ખભા અને ડોકમાં દુખાવો કરી શકે છે
પ્રતીકાત્મક તસવીર
ખભા માટે સ્લિંગ બૅગ કરતાં બૅકપૅક વધુ સારી હોય છે પછી એ કમ્ફર્ટની વાત હોય કે આપણા શરીરના પોશ્ચરની વાત હોય. જ્યારે વ્યક્તિ દરરોજ બૅગ લઈને કૉલેજ-ઑફિસ જતી હોય તો અયોગ્ય બૅગને કારણે તેને ખભામાં દુખાવો, ડોકના સ્નાયુઓમાં ખેંચાણ અને સ્પાઇનલ ઇમ્બૅલૅન્સ જેવી સમસ્યા થઈ શકે છે.
સૌથી પહેલાં તો બૅકપૅક લીધી હોય તો બન્ને ખભા પર વજન વહેંચાઈ જાય એટલે એક ખભા પર એટલો ભાર ન આવે. સ્લિંગ બૅગમાં તો બધો જ ભાર એક ખભા પર આવે. એટલે બૅકપૅકમાં ખભાનો એટલો દુખાવો ન થાય, પણ સ્લિંગ બૅગમાં તમે વધુ વજન ઉપાડો તો ખભામાં દુખાવો થાય.
ADVERTISEMENT
એવી જ રીતે બૅકપૅક પીઠના સેન્ટરમાં રહેતી હોવાથી સ્પાઇનથી અલાઇન્ડ રહે છે. સ્લિંગ બૅગમાં બધું જ વજન એક ખભા પર આવતું હોવાથી બૉડી ઑટોમૅટિકલી એક તરફ ઝૂકે છે જેથી બૅલૅન્સ મેઇન્ટેન ન થાય. આ ઝુકાવ ડોક, અપર સ્પાઇન પર સ્ટ્રેસ વધારે છે. એને કારણે ડોક, પીઠ પર દુખાવો થાય છે.
સ્લિંગ બૅગના સ્ટ્રૅપ પાતળા હોય કે સરખું પૅડિંગ ન હોય તો ખભાના સાંધામાં પ્રેશર આવી શકે છે. એની સરખામણીમાં બૅકપૅકની સપોર્ટિવ ડિઝાઇન સારી હોય છે. જેમ કે પૅડેડ પટ્ટાઓ, ઍડ્જસ્ટેબલ બેલ્ટ્સ વગેરે. બૅકપૅકને પાછળ ખભા પર પહેરીને ચાલવાનું હોય એટલે બૉડીની જે નૅચરલ મૂવમેન્ટ છે એ સરખી રીતે થઈ શકે. સ્લિંગ બૅગમાં મૂવમેન્ટ સરખી રીતે થઈ શકતી નથી.
એટલે હેવી વજન હોય, લાંબા સમય સુધી વજન ઉપાડવાનું હોય અને કમ્ફર્ટેબલ રીતે ચાલવું હોય તો બૅકપૅક જ સારી પડે. બાકી સ્લિંગ બૅગ હળવો સામાન ઉપાડવા, સ્ટાઇલ માટે અને થોડા સમય માટે જ ઉપાડવાની હોય તો સારી છે.


