Air India Flight Delay: શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશના વારાણસીના બાબતપુર એરપોર્ટ પર, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં એક બાળક જોરથી રડવા લાગ્યું, જેના કારણે પાઇલટને વિમાનને રનવે પરથી એપ્રોન પર પાછું લાવવાની ફરજ પડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશના વારાણસીના બાબતપુર એરપોર્ટ પર, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં એક બાળક જોરથી રડવા લાગ્યું, જેના કારણે પાઇલટને વિમાનને રનવે પરથી એપ્રોન પર પાછું લાવવાની ફરજ પડી. તબીબી ટીમે બાળકની તપાસ કરી અને તેને સ્વસ્થ જોયો. લગભગ એક કલાક પછી વિમાને ઉડાન ભરી.
ADVERTISEMENT
એર ઇન્ડિયા એક્સપ્રેસ દિલ્હી ફ્લાઇટ IX 1223 માં કુલ 167 મુસાફરો હતા. તેમાં વારાણસીનું એક દંપતી પણ તેમના આઠ મહિનાના બાળક અથર્વ સાથે ફ્લાઇટમાં સવાર હતું. વિમાન સવારે 9:55 વાગ્યે નિર્ધારિત સમયે રનવે પરથી ઉડાન ભરવાનું હતું. આ દરમિયાન વિમાનના જોરદાર અવાજને કારણે અથર્વ જોરથી રડવા લાગ્યો. પરિવારના સભ્યો પણ ડરી ગયા અને બાળકની છાતીમાં દુખાવો હોવાનું જણાવી ક્રૂ મેમ્બર્સને વિમાન પાછું લાવવા માટે આગ્રહ કરવા લાગ્યા. ક્રૂ મેમ્બરસે આ અંગે પાઈલટ્સને જાણ કરી. પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને એરલાઇન અધિકારીઓને જાણ કરી.
ATCના નિર્દેશ પર, વિમાનને રનવે પરથી એપ્રોન પર પાછું લાવવામાં આવ્યું. તબીબી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ બાદ બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ દંપતીને તેમની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું. એકવાર તેઓ તૈયાર થઈ ગયા પછી, વિમાન એક કલાક મોડા રવાના થયું. એરપોર્ટ અધિકારીઓએ સમજાવ્યું કે શિશુઓ અને નાના બાળકોને વિમાનમાં મુસાફરી કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે.
સોમવારે સંસદમાં આપવામાં આવેલી જાણકારી મુજબ ઍર ઇન્ડિયા ૧૮૧ વિમાનોનો નાનો કાફલો ચલાવે છે છતાં માર્કેટ-લીડર ઇન્ડિગો કરતાં વધુ પાઇલટ્સને રોજગારી આપે છે. ઇન્ડિગો ૪૩૦ વિમાનોનું સંચાલન કરે છે અને એની પાસે ૫૦૮૫ પાઇલટ્સ છે, જ્યારે ઍર ઇન્ડિયા પાસે ૬૩૫૦ અને એની લો-બજેટ ઍરલાઇન ઍર ઇન્ડિયા એક્સપ્રેસ પાસે ૧૫૯૨ પાઇલટ્સ છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાગરિક ઉડ્ડયન રાજ્યપ્રધાન મુરલીધર મોહોળે જણાવ્યું હતું કે ‘છ મુખ્ય સ્થાનિક ઍરલાઇન્સે ૧૩,૯૮૯ પાઇલટ્સને રોજગારી આપી છે. અકાસામાં પાઇલટ્સની સંખ્યા ૪૬૬ છે અને સ્પાઇસજેટમાં ૩૮૫ છે. સરકાર સંચાલિત ઍલાયન્સ ઍર દ્વારા ૧૧૧ પાઇલટ્સને રોજગારી આપવામાં આવી છે.’ ઍર ઇન્ડિયા અને ઇન્ડિગોમાં પાઇલટ્સની સંખ્યામાં અસમાનતા બેઉ ઍરલાઇન્સની પાસે રહેલા કાફલાની રચનાને કારણે છે. ઍર ઇન્ડિયાના ૬૩ વાઇડ-બૉડી ઍરક્રાફ્ટને લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે વધારે ક્રૂ-મેમ્બરની જરૂર પડે છે. ઘણી વાર ફરજ-સમયમર્યાદા પૂરી કરવા માટે દરેક ટ્રિપમાં બે કૅપ્ટન અને ત્રણ ફર્સ્ટ ઑફિસરની જરૂર પડે છે. ઇન્ડિગોના કાફલામાં વધારે સિંગલ-આઇલ ઍરબસ A320 ફ્લીટ છે, જેમાં સામાન્ય રીતે ફક્ત એક કૅપ્ટન અને એક ફર્સ્ટ ઑફિસરની જરૂર હોય છે. વાઇડ-બૉડીઝમાં જટિલ કામગીરી, લાંબી તાલીમ અને વિશિષ્ટ પ્રકારના રેટિંગ્સનો પણ સમાવેશ થાય છે, જ્યારે નૅરો-બૉડીઝ વિમાનોમાં પાઇલટની ઓછી સંખ્યા પણ ચાલી જાય છે.


