TMKOC Actor Missing: એક્ટર વિશાલ ઠક્કર 31મી ડિસેમ્બર 2015થી ઘરેથી નીકળ્યો હતો, અને તે બાદ તેની કોઈપણ માહિતી સામે આવી નથી.
વિશાલ ઠક્કર (તસવીર સૌજન્ય - મિડ-ડે)
કી હાઇલાઇટ્સ
- વિશાલ ઠક્કરે અનેક ફિલ્મોમાં નાના રોલ કર્યા છે.
- વિશાલ ઠક્કર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક એપિસોડમાં ડાન્સ ટીચર તરીકે જોવા મળ્યો હતો.
- વિશાલ ઠક્કરની જેમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ગુરુચરણ સિંહ પણ અનેક સમયથી લાપતા છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મલેતા જમળેલા અભિનેતા ગુરુચરણ સિંહ (TMKOC Actor Missing) છેલ્લા અનેક સમયથી લાપતા છે અને પોલીસ પણ તેમની શોધ લઈ રહી છે, પણ તેમની બાબતે કોઈપણ માહિતી સામે આવી નથી. જોકે હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળેલા વધુ એક અભિનેતા આવી જ રીતે ગૂમ થઈ ગયા હતા. આ અભિનેતાની મમ્મીએ તેમના બાબતે વાત કરી કરીને તેમની વ્યથા વ્યક્ત કરી હતી.
તમને કદાચ ખબર નહીં હોય પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડાન્સ ટીચર તરીકે જોવા મળેલા ગુજરાતી અભિનેતા વિશાલ ઠક્કર (TMKOC Actor Missing) પણ છેલ્લા આઠ વર્ષથી લાપતા છે, અને તેનો હજી પણ કોઈ પત્તો લાગ્યો નથી. હાલમાં દિવ્ય ભાસ્કરની ટીમે આઠ વર્ષ પહેલા ગુમ થયેલા અભિનેતા વિશાલ ઠકકરની મમ્મી સાથે વાત કરી હતી. વિશાલ ઠક્કરની મમ્મી દુર્ગાબેન ઠક્કર આજે પણ આઠ વર્ષ પહેલા ગુમ થયેલા દીકરાને યાદ કરીને રડી પડે છે અને વિશાલ પાછો ક્યારે આવશે તેની રાહ જુએ છે. દિવ્ય ભાસ્કર સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન TMKOC ફેમ અભિનેતા વિશાલ ઠક્કરની મમ્મી દુર્ગાબેને કહ્યું હતું કે તે આજે પણ તેમના દીકરાના પાછા આવવાની રાહ જુવે છે અને તે સુખરૂપ પરત આવે એવી પ્રાર્થના પણ કરે છે.
ADVERTISEMENT
આઠ વર્ષ પહેલા ગુમ થયેલા અભિનેતા વિશાલ ઠક્કરે TMKOC સાથે અનેક ફિલ્મો અને જાહેરાતોમાં પણ કામ કર્યું છે. વિશાલ ઠક્કરની મમ્મીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે વિશાલના પિતાનું કામ બંધ થઈ જતાં તેમણે પાર્લર શરૂ કર્યું હતું. આ પાર્લરમાં વિશાલ પણ તેમની મદદ કરતો હતો. વિશાલ તેમની બ્રાઈડલ મેકઅપ (TMKOC Actor Missing) કરવામાં મદદ કરતો હતો. ઘરની પરિસ્થિતીને લીધે વિશાલે ભણવાનું છોડી દીધું હતું, પણ તેને દાંડિયા રમવાનો પણ ખૂબ જ એસએચકે શોક હતો. 12 વર્ષની ઉંમરે વિશાલને એક વ્યક્તિએ જાહેરાતમાં કામ કરવાની ઓફર આપી હતી જેથી તેણે આ એડમાં લીડ રોલ મળ્યો હતો. વિશાલની પહેલી જ એડમાં તેણે સૌરવ ગાંગુલી સાથે કામ કર્યું હતું. તે બાદ તેણે અનેક બીજી જાહેરાતમાં પણ કામ કર્યું છે. તેમ જ વિશાલે જાવેદ જાફરી સાથે ડાન્સ શો ‘બૂગી વૂગી’માં પણ કામ કર્યું હતું.
આ સાથે અભિનેત્રી તબુ સાથે વિશાલે ‘ચાંદનીબાર’માં પણ કામ કર્યું (TMKOC Actor Missing) હતું, વિશાલની આ પહેલી ફિલ્મ હતી જેમાં તેણે તબુના છોકરાનો રોલ કર્યો હતો. ત્યારબાદ વિશાલ ઠક્કરે ‘બાદલ’, ‘તુમ’, ‘મુન્નાભાઈ MBBS’, ‘ટેંગો ચાર્લી’ સાથે અનેક ફિલ્મોમાં નાના રોલ કર્યા છે. વિશાલને ફિલ્મો અને જાહેરાતમાં કામ કારને ઓળખ મળી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વિશાલ એક ડાન્સ કોરિયો ગ્રાફરના રોલમાં પણ જોવા મળ્યો હતો.વિશાલે અનેક ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરતી હોવા છતાં તે લીડ રોલમાં ક્યારેય જોવા મળ્યો નથી.
વિશાલ ઠક્કરની મમ્મીએ એક ચોંકાવનારો દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એક છોકરી વિશાલની આસપાસ જ ફરતી હતી. વિશાલની શૂટિંગ દરમિયાન તે તેના સેટ પર પણ જતી હતી, એક દિવસ રાતે બે વાગ્યે વિશાલ સાથે તે અમારા ઘરે આપી હતી, પણ આ અભિનેત્રીને વિશાલે ઘરે જવા કહ્યું હતું, પણ તે જવા માગતી જ નહોતી, જેથી વિશાલે કદાચ ગુસ્સામાં આવીને તેના પર હાથ ઉપાડયો હતો. ત્યારબાદ સવારે આ અભિનેત્રીએ (TMKOC Actor Missing) પોલીસમાં ફરિયાદ કરી હતી, અને પોલીસ અમારા ઘરે પણ આવ્યા હતા. તેમ જ આ છોકરીએ વિશાલ પર રેપ કેસ પણ કર્યો હતો. જોકે વુશાળે પોતાના પર થયેલા રેપ કેસ બાબતે જાણીને તે તરત જ પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને કેસના ત્રીજા જ દિવસે આ છોકરીએ તેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. કેસ પાછો ખેંચ્યા છતાં વિશાલ ખૂબ જ ચિંતામાં રહેતો હતો અને તેણે ડિપ્રેશનમાં આવીને આપઘાતનો પણ પ્રયત્ન કર્યો. જોકે આ ઘટના બાદ વિશાલ અને તે છોકરી ફરી રિલેશનમાં આવ્યા હતા, એવો દાવો પણ વિશાલની મમ્મીએ કર્યો હતો. 31 ડિસેમ્બર 2015ની સાંજે વિશાલે ઘર છોડ્યું હતું, અને બીજ દિવસે પણ તે ઘરે આવ્યો નહોતો, એક જાન્યુઆરીએ તેનો ફોન પણ બંધ આવ્યો હતો, અને તે તેનો પાસપોર્ટ પૈસા કઈ પણ લઈને નહોતો ગયો. ગાયબ થવા પહેલા વિશાલે એક છેલ્લો વીડિયો બનાવી નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી હતી.
વિશાલને `બિગ બૉસ`માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ઓફર પણ મળી હતી, પણ તેણે તે સ્વીકારી નહોતી. વિશાલના ગાયબ થયા બાદ પોલીસે તેની સામે રેપ કેસ કરનાર અભિનેત્રી સાથે પૂછપરછ પણ કરી હતી. કો કે આ અભિનેત્રીનું પણ અવસાન થયું હતું. વિશાલ ગાયબ થયાને અનેક વર્ષો વીતી ગયા તેમ છતાં તે મળ્યો નથી, જેથી તેમના મમ્મી આજે પણ તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે.