Gurucharan Singh Missing: અભિનેતા ડિપ્રેશનમાં હતા તેમ જ તેઓ લગ્ન કરવાના હતા, એવા અનેક દાવા કરવામાં આવ્યા હતા.
ગુરુચરણ સિંહ (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- TMKOCમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા 15 દિવસથી લાપતા છે
- ગુરુચરણ સિંહના પિતાએ અભિનેતાના ગાયબ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
- 2020માં ગુરુચરણ સિંહ છેલ્લે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` આ શોમાં જોવા મળ્યા હતા.
ભારતની સૌથી પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા 15 દિવસથી લાપતા છે, પરંતુ તેમની બાબતે હજુ સુધી કોઈપણ નવી માહિતી સામે આવી નથી. અભિનેતા ગુરુચરણ સિંહ (Gurucharan Singh) અચાનકથી લાપતા થઈ જતાં તેમના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમ જ અભિનેતાને લઈને તેમનો પરિવાર ખૂબ જ ચિંતિત છે. ગુરુચરણ સિંહ (Gurucharan Singh Missing)ના પિતા તેમના લાપતા થયા બાદ સતત પ્રસાર માધ્યમો અને ઓનલાઇન આવીને તેમનો દીકરો મળી જાય એવી પ્રાર્થના કરે છે. તેમ જ તેમણે દિલ્હી પોલીસમાં દીકરા ગુરુચરણ સિંહના લાપતા થયા હોવાની ફરિયાદ પણ દાખલ કરી છે, જોકે એક્ટરનો હજુ સુધી પત્તો નહીં લગતા તેઓ ખૂબ જ ચિંતામાં છે.
થોડા સમય પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Gurucharan Singh Missing)ના અભિનેતા ગુરુચરણ સિંહના પિતા હરગિત સિંહે કહ્યું હતું કે તેમનો દીકરો અચાનકથી ગાયબ કેમ થઈ ગયો? એ બાબતે કોઈપણ માહિતી સામે આવી નથી. “અમે બધા જ ખૂબ જ ચિંતિત છે અને પોલીસ તરફથી ગુરુચરણ સિંહની જલદીથી કોઈ માહિતી મળે તેની રાહ જોઈ રહ્યા છે. અમે બધા જ તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ”. 22 એપ્રિલે અભિનેતા ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ જવા નીકળ્યા હતા, જોકે તેઓ મુંબઈ નહીં પહોંચતા, દિલ્હી એરપોર્ટ પરથી જ લાપતા થઈ ગયા હતા.
ADVERTISEMENT
દિલ્હીના એરપોર્ટથી (Delhi Airport) અચાનકથી ગાયબ થઈ ગયા બાદ અભિનેતા ગુરુચરણ સિંહને લઈને અનેક બાબતો સામે આવી હતી. એક અહેવાલ મુજબ તેઓ ડિપ્રેશનમાં હતા, તો બીજા અનેક અહેવાલોએ દાવો કર્યો હતો કે તેઓ લગ્ન કરવાના હતા. તેમ જ તેમની આર્થિક પરિસ્થિતી પણ સારી નહીં હોવાથી તેમણે આવું પગલું ભર્યું છે, એવા પણ અનેક દાવા કરવામાં આવ્યા હતા, જોકે આ દાવા કેટલા સાચ્ચા છે તે અંગે કઈ કહી શકાય નથી.
ગુરુચરણ સિંહ દિલ્હીના એરપોર્ટ પર પોતાનો મોબાઇલ મૂકીને ત્યાંથી નીકળી ગયા હતા અને તે બાદ તેમની સાથે કોઈપણ સંપર્ક કે તેમની કોઈપણ માહિતી પોલીસને હજુ સુધી મળી નથી. આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અભિનેતા ગુરુચરણ સિંહે પોતા જ પોતાનું ગાયબ થવાનું કાવતરું રહ્યું હોય શકે છે, એવો પણ અંદાજ પણ પોલીસ તપાસમાં લગાવવામાં આવ્યો છે. જોકે છેલ્લા 15 દિવસ પછી પણ પોલીસને ગુરુચરણ સિંહેના લાપતા થઈ જવાની કોઈપણ માહિતી મળી નથી અને આ કેસમાં કોઈપણ નવી માહિતી પણ સામે આવી નથી. ગુરુચરણ સિંહે ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 13 વર્ષ સુધી રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવ્યા બાદ 2020માં તેમણે શો છોડી દીધો હતો અને તેમના અંગત કારણોને લીધે શોમાં કામ કરવાનું બંધ કર્યું હતું, એવું પણ જણાવ્યું હતું.

