ગુજરાતી પરિવારની ધમાચકડી એવી મેટ્રો પાર્ક 2નું શૂટિંગ શરૂ
ગુજરાતી પરિવારની ધમાચકડી એવી મેટ્રો પાર્ક 2નું શૂટિંગ શરૂ
નોરંજનથી ભરપૂર ગુજરાતી પરિવારની ‘મેટ્રો પાર્ક 2’નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ઇરોઝ નાઉની આ સેકન્ડ સીઝનમાં સરિતા જોષી, રણવીર શૌરી, પૂરબી જોષી, વેગા તમોટિયા, ઓમી વૈદ્ય અને ગોપાલ દત્ત જોવા મળશે. અમેરિકાના ન્યુ જર્સીમાં વસતી ગુજરાતી ફૅમિલીના રોજબરોજના જીવનમાં કેવી ઊથલપાથલ આવે છે એને રમૂજી અંદાજમાં દેખાડવામાં આવશે. પહેલી સીઝનની જેમ જ આ સીઝન પણ લોકોને ખૂબ હસાવશે એમાં કોઈ બેમત નથી. આ સિરીઝનું શૂટિંગ ખૂબ સાવધાનીપૂર્વક કરવામાં આવી રહ્યું છે. સેટ પર ઓછા લોકોને બોલાવવામાં આવે છે. સેટ પર સૅનિટાઇઝર, સેટમાં પ્રવેશ કરતાંની સાથે જ તાપમાનની ચકાસણી અને ઑક્સિજનની તપાસ કરવામાં આવે છે.