Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો રામ અને સીતાને

જોઈ લો રામ અને સીતાને

28 April, 2024 07:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામાયણના સેટ પરથી લીક થયા ફોટો

રામાયણ

રામાયણ


રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ગઈ કાલે એના સેટ પરના ફોટો સોશ્યલ મી​ડિયામાં વાઇરલ થયા છે. ​ફિલ્મમાં ભગવાન રામના રોલમાં રણબીર અને માતા સીતાના રોલમાં સાઈ પલ્લવી દેખાઈ રહ્યાં છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ‘ઍનિમલ’ બાદ ‘રામાયણ’ માટે ફરીથી શેપમાં આવવા માટે રણબીરે સખત એક્સરસાઇઝ અને વર્કઆઉટ શરૂ કર્યાં હતાં. રણબીર અને સઈ પહેલી વખત એકસાથે ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. થોડા સમય પહેલાં ‘રામાયણ’માં દશરથ રાજાનો રોલ કરનાર અરુણ ગોવિલનો પણ ફોટો સેટ પરથી લીક થયો હતો. એવામાં હવે રણબીર અને સઈનો ફોટો લીક થતાં સેટ પર સખત નિયમોનું પાલન કરવામાં આવશે એવી શક્યતા વધી ગઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK