મુંબઈના ઘરમાં ગામડાની ફીલ આવે એ માટે કામધેનુને બંગલોના એન્ટ્રન્સ પર રાખી છે
વિવેક ઑબેરૉય
મુંબઈના જુહુમાં આવેલા વિવેક ઑબેરૉયના બંગલોમાં એન્ટ્રી કરતાં જ સામે એક ગાય જોવા મળશે, જેનું નામ તેણે ‘કામધેનુ’ રાખ્યું છે. મુંબઈ જેવા શહેરમાં ગામડાની ફીલ માટે ફાર્મહાઉસ સ્ટાઇલનું ઘર તેણે ડિઝાઇન કર્યું છે અને ગાયને રહેવા માટે એક સ્પેશ્યલ જગ્યા પણ તેણે બનાવી છે. અર્બન કંપનીના યુટ્યુબ શો ‘રીલ્સ ટુ રૂમ’માં તેના ઘરનાં દર્શન કરાવવામાં આવ્યાં છે. ઘરનું ફર્નિચર સંપૂર્ણ લાકડાનું છે અને મૉડર્ન ટચ આપવા માટે ઝુમ્મર લગાવેલાં છે. તેમ જ ગોવામાં હોય એવો અહેસાસ થાય એ માટે ઘરની બહાર ઘણાં ઝાડ અને ફૂલનો સમાવેશ કર્યો છે. બેડરૂમમાં તેણે ઘણી ઍન્ટિક વસ્તુનો સમાવેશ કર્યો છે. ઘર વિશે વિવેકે કહ્યું કે ‘મારા કરતાં આ ઘર વધુ કામધેનુનું છે. ગાયના રહેવાની જગ્યાને કારણે જે સ્મેલ આવે છે એને કારણે તમે શહેરમાં પણ નાના ગામડામાં રહેતા હો એવો અહેસાસ કરી શકો છો.’

