પાંચ વર્ષ પહેલાં પહેલી વાર સરોગસી દ્વારા મમ્મી બની હતી
એકતા કપૂર
એકતા કપૂર હવે સરોગસી દ્વારા બીજી વાર મમ્મી બનવાની હોવાની ચર્ચા છે. તે પાંચ વર્ષ પહેલાં પહેલી વાર સરોગસી દ્વારા મમ્મી બની હતી. તેના દીકરાનું તેણે રવિ નામ રાખ્યું હતું. તે જ્યારે મમ્મી બની હતી ત્યારે તેણે કહ્યું હતું કે બાળક માટે લગ્ન કરવાની તેને કોઈ જરૂર નથી લાગતી. તેની જેમ તેનો ભાઈ તુષાર કપૂર પણ સરોગસી દ્વારા પિતા બન્યો હતો. તેણે તેના દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું હતું. એકતાને બીજા બાળકની ઇચ્છા હોવાથી તે ફરી સરોગસીનો સહારો લેશે એવી ચર્ચા છે. ૪૮ વર્ષની એકતા જ્યારે ૩૬ વર્ષની હતી ત્યારે જ તેણે તેનાં એગ્સ ફ્રીઝ કરાવી દીધાં હતાં જેથી મોટી ઉંમરમાં પણ સરોગસી દ્વારા તે મમ્મી બની શકે. એકતાના બીજી વાર મમ્મી બનવાના નિર્ણયથી તેની ફૅમિલીમાં પણ દરેક ખૂબ જ ખુશ છે અને બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોવાની ચર્ચા છે.

