વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં થોડા દિવસો બાદ સુધારો આવ્યો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં થોડા દિવસો બાદ સુધારો આવ્યો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે એવી શક્યતા તથા ઈટીએફમાં આવેલા રોકાણને અનુલક્ષીને બજાર વધ્યું હતું. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૩.૧૮ ટકા (૨,૪૪૬ પૉઇન્ટ) વધીને ૭૯,૨૭૪ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૬,૮૨૮ ખૂલીને ૭૯,૬૯૧ની ઉપલી અને ૭૬,૩૨૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા. એમાંથી ૧૭.૩૧ ટકા સાથે ટોનકૉઇન ટોચનો વધનાર હતો. સોલાના, અવાલાંશ અને ડોઝકૉઇનમાં ૫થી ૯ ટકાનો વધારો થયો હતો.
દરમ્યાન તાઇવાને ક્રિપ્ટોઉદ્યોગ માટેનાં ઍન્ટિ મની લૉન્ડરિંગને લગતાં ધારાધોરણો કડક બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી બાજુ, રિપલે અંદાજ વ્યક્ત કર્યો છે કે સ્ટેબલકૉઇનની માર્કેટ વર્ષ ૨૦૨૮ સુધીમાં ૩ ટ્રિલ્યન ડૉલરનો આંક સર કરશે. રિપલ પોતે પણ જૂનમાં અમેરિકન ડૉલર પર આધારિત સ્ટેબલકોઇન લૉન્ચ કરવા ઇચ્છુક છે.