Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીના નિવેદન પર કર્યો કટાક્ષ

શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીના નિવેદન પર કર્યો કટાક્ષ

17 September, 2021 08:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રી શર્લિન ચોપરાએ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા પર નિશાન સાધ્યું છે.

શર્લિન ચોપરા. ફાઇલ ફોટો

શર્લિન ચોપરા. ફાઇલ ફોટો


અભિનેત્રી શર્લિન ચોપરાએ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા પર નિશાન સાધ્યું છે. શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે તે તેણી તેના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની પ્રવૃત્તિઓથી વાકેફ નથી. હવે શર્લિનને એક વિડિયોમાં ‘દીદી’ તરીકે સંબોધીને નિશાન સાધ્યું છે

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી રેકેટ કેસમાં કસ્ટડીમાં છે. પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવતી એપ્લિકેશન સાથે તેના જોડાણ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. શર્લિન, જેમણે જુલાઈમાં કહ્યું હતું કે, રાજ કુન્દ્રા કેસમાં મહારાષ્ટ્ર પોલીસ સાયબર સેલની તપાસ ટીમને નિવેદન આપનાર તે પ્રથમ વ્યક્તિ છે, તેમણે હિન્દી ફિલ્મ અભિનેત્રી પર કટાક્ષ કરતા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં શર્લિન કેમેરા સામે હિન્દીમાં વાત કરતી વખતે ડમ્બેલ્સ ઉપાડતી જોવા મળે છે.



શર્લીને વીડિયોમાં કહ્યું છે કે “મીડિયા રિપોર્ટ્સ કે અનુસાર દીદી કા યે કહેના હૈ કી ઉન્હે અપને પતિદેવ કી અપમાનજનક પ્રવૃત્તિઓ કે બારે મેં કોઈ ભી જાનકારી નહીં થી (મીડિયા રિપોર્ટ્સ અનુસાર, `દીદી` કહી રહી છે કે તેણી તેના પતિની નકારાત્મક પ્રવૃત્તિઓથી વાકેફ નહોતી).”


તેણીએ ઉમેર્યું કે “ઔર તો ઔર દીદી કા યે ભી કહેના હૈ કી ઉનકે પતિ કી ચલ અચલ સંપતિ કી શ્રુત કી ભી જાનકારી નહીં થી... (`દીદી` એ પણ કહી રહી છે કે તેણીને તેના પતિની જંગમ અને સ્થાવર સંપત્તિ વિશે ખબર નથી.)”

“અબ ઇસ બાત મેં કિતની સચ્ચાઈ હૈ ઇસકા અનુમાન આપ ખુદ લગા સક્તે હૈ... વેસે ઇસી ક્યા કહેતે યેડા બનકર પેડા ખાના (આ નિવેદન કેટલું સાચું છે, તમે લોકો તમારી જાતે જ સમજી શકો છો.)" ગુરુવારે, શિલ્પાએ મુંબઈ પોલીસને જાણ કરી હતી કે તેણી તેના પતિ રાજ કુન્દ્રાની પોર્ન એપ્સ અથવા અન્ય પ્રવૃત્તિઓ વિશે જાણતી ન હતી. હું મારા કામમાં ખૂબ જ વ્યસ્ત હતી.


તેણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજે એપ્રિલ 2015ની આસપાસ વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શરૂ કરી હતી અને તે જુલાઈ 2020 સુધી તેણી સાથે જોડાયેલી હતી. તેણીએ કુંદ્રા અને તેના સહયોગી રાયન થોર્પે વિરુદ્ધ બુધવારે દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યા મુજબ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું.

 

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2021 08:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK