૨૪ ડિસેમ્બરે રિલીઝ થનારી શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’નું ગીત ‘ડૅડી કૂલ’ રિલીઝ થઈ ગયું છે.
‘ડૅડી કૂલ’
૨૪ ડિસેમ્બરે રિલીઝ થનારી શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’નું ગીત ‘ડૅડી કૂલ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં શાહરુખ ખાન અને કરીના કપૂરની લોકપ્રિય જોડી ફરી એક વાર સાથે જોવા મળી રહી છે. ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘રા.વન’ પછી પહેલી વખત બન્ને કલાકારો આ ગીતમાં સાથે દેખાયાં છે. ગીત રિલીઝ થતાં જ સોશ્યલ મીડિયા પર એની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ચાહકોને તેમની કેમિસ્ટ્રી પસંદ પડી રહી છે. ગીત શૅર કરતાં શાહરુખે લખ્યું હતું કે ‘બેબો સાથે ફરી પાછો આવ્યો છું... ગીત ઓલ્ડ સ્કૂલ છે, પણ હજી પણ કૂલ છે.’
‘ડૅડી કૂલ’ એક હિંગ્લિશ ડાન્સ-નંબર છે. સચિન-જિગર દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા આ ગીતમાં શાહરુખ અને કરીના એક ખાસ મ્યુઝિકલ સીક્વન્સ માટે સાથે આવ્યાં છે.
ADVERTISEMENT
ડૅડી કૂલ ગીતમાં શાહરુખે પહેર્યો ૮૬.૭૦ લાખનો હીરાજડિત નેકલેસ
શાહરુખ ખાનની ‘કિંગ’નું ગીત ‘ડૅડી કૂલ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં શાહરુખ અને કરીના કપૂર ધમાકેદાર ડાન્સ કરતાં જોવા મળે છે. આ હિંગ્લિશ ગીતમાં શાહરુખ અને કરીનાનો લુક પણ ફૅન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.
‘ડૅડી કૂલ’ ગીતમાં શાહરુખે પોતાનો લુક મોટા ભાગે બ્લૅક રાખ્યો છે. તેણે બ્લૅક શર્ટ સાથે સ્લીવલેસ અને ક્રૉપ્ડ શર્ટ તથા એ જ રંગનું બ્લેઝર પહેર્યું છે. જોકે શાહરુખની જ્વેલરીએ તેના લુકને ખાસ બનાવ્યો છે. તેણે વાઇટ ગોલ્ડનો બનેલો ઇટાલિયન બ્રૅન્ડ બુલ્ગારીનો સર્પેન્ટી વાઇપર નેકલેસ પહેર્યો છે. આ નેકલેસમાં ૮.૨૧ કૅરૅટના હીરા જડેલા છે અને એની કિંમત આશરે ૮૬.૭૦ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ સૉન્ગમાં કરીના કપૂરે લાલ રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. ડ્રેસમાં ડીપ નેકલાઇન અને થાઇ-હાઈ સ્લિટ આપવામાં આવી છે, જેમાંથી અંદર પહેરેલી બ્લૅક શીઅર સ્ટૉકિંગ્સ દેખાય છે. ડ્રેસ સંપૂર્ણપણે બૅકલેસ છે, જેના કારણે કરીનાની પીઠ ખુલ્લી દેખાય છે અને તેનો લુક વધુ બોલ્ડ બને છે.
