Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાન્દ્રા ટર્મિનસનું પ્લેટફોર્મ નંબર 5 પાંચ 75 દિવસ માટે બંધ, ટ્રેન સેવાને અસર

બાન્દ્રા ટર્મિનસનું પ્લેટફોર્મ નંબર 5 પાંચ 75 દિવસ માટે બંધ, ટ્રેન સેવાને અસર

Published : 28 November, 2026 07:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ બંધ પહેલી ડિસેમ્બર, ૨૦૨૬ થી શરૂ થશે અને ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી રહેશે. આ દરમિયાન, લાંબા અંતરની કેટલીક ટ્રેનોના રૂટ અને ટર્મિનલ પોઈન્ટ્સમાં ફેરફાર કરવામાં આવશે; કેટલીક ટ્રેનો દાદરથી ઉપડશે, જ્યારે અન્ય ટ્રેનો બોરીવલી ખાતે સમાપ્ત થશે.

બાન્દ્રા ટર્મિનસ (ફાઇલ તસવીર)

બાન્દ્રા ટર્મિનસ (ફાઇલ તસવીર)


મુંબઈના બાન્દ્રા ટર્મિનસથી મુસાફરી કરતા મુસાફરોને પહેલી ડિસેમ્બરથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વેસ્ટર્ન રેલવે (WR) એ સમારકામ અને પુનઃનિર્માણ કાર્ય માટે પ્લેટફોર્મ નંબર પાંચને ૭૫ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ બંધ પહેલી ડિસેમ્બર, ૨૦૨૬ થી શરૂ થશે અને ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી રહેશે. આ દરમિયાન, લાંબા અંતરની કેટલીક ટ્રેનોના રૂટ અને ટર્મિનલ પોઈન્ટ્સમાં ફેરફાર કરવામાં આવશે; કેટલીક ટ્રેનો દાદરથી ઉપડશે, જ્યારે અન્ય ટ્રેનો બોરીવલી ખાતે સમાપ્ત થશે. લોકલ ટ્રેન સેવાને પણ અસર થશે.

પ્લેટફોર્મ નંબર પાંચ શા માટે બંધ કરવામાં આવી રહ્યું છે?



રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મ નંબર પાંચ પર પાટાને આધાર આપતો સિમેન્ટનો પાયો અમુક જગ્યાએ બેસી ગયો છે (નીચે ધસી ગયો છે). પરિણામે, આ પ્લેટફોર્મ પર આવતી લાંબા અંતરની ટ્રેનોને ઘણી ઓછી ગતિએ ચલાવવી પડે છે, જેના કારણે પીક અવર્સમાં ટ્રેનો ૨૦ થી ૩૦ મિનિટ મોડી પડે છે. આ સુરક્ષા માટે જોખમી છે, તેથી તેનું સમારકામ જરૂરી છે. રેલવે હાલના સિમેન્ટ-કોંક્રિટના લેયરને દૂર કરીશું અને તેના સ્થાને નવી લેયર લગાવશે. સમારકામ પ્રક્રિયા દરમિયાન, હાલના પાટા હટાવી દેવામાં આવશે, સિમેન્ટ-કોંક્રિટની લેયર કાઢી નાખવામાં આવશે અને પાયાનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આ કામ તબક્કાવાર કરવામાં આવશે—સૌ પ્રથમ પ્લેટફોર્મ નંબર પાંચનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે, અને ત્યારબાદ અન્ય પ્લેટફોર્મ પર કામ હાથ ધરવામાં આવશે.


ચાર લોકલ ટ્રેનો રદ રહેશે

આ સમયગાળા દરમિયાન, લોકલ ટ્રેનો ૧૦ મિનિટ સુધી મોડી પડી શકે છે. આ ઉપરાંત, ૭૫ દિવસના સમગ્ર સમયગાળા દરમિયાન ચાર લોકલ ટ્રેન સેવાઓ રદ રહેશે. જેમાં ચર્ચગેટ-બોરીવલી ફાસ્ટ લોકલ BO90559 (બપોરે ૨:૫૦), બોરીવલી-ચર્ચગેટ સ્લો લોકલ BO90596 (બપોરે ૩:૪૦), ચર્ચગેટ-બોરીવલી ફાસ્ટ લોકલ BO94105 (સાંજે ૫:૨૮) અને બોરીવલી-ચર્ચગેટ ફાસ્ટ લોકલ BO94110 (સાંજે ૬:૨૪) નો સમાવેશ થાય છે.


લાંબા અંતરની ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર

લાંબા અંતરની ચાર જોડી ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર કરવામાં આવશે. ભુજ-બાન્દ્રા ટર્મિનસ-ભુજ ટ્રેન (22956/22955) હવે બાન્દ્રાને બદલે દાદરથી શરૂ થશે. જ્યારે અજમેર-દાદર-અજમેર (12990/12989), શ્રી ગંગાનગર-દાદર-શ્રી ગંગાનગર (12489/12490) અને ભગત કી કોઠી-દાદર-ભગત કી કોઠી (20483/20484) ટ્રેનો દાદરને બદલે બાન્દ્રા ટર્મિનસથી દોડશે.

બોરીવલી ખાતે સમાપ્ત થતી અને ત્યાંથી ઉપડતી ટ્રેનો

પાંચ મુંબઈ આવતી ટ્રેનો બાન્દ્રા ટર્મિનસ જવાને બદલે બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. જેમાં ભુજ-બાન્દ્રા (22904), ઉધના-બાન્દ્રા (19056), મડગાંવ-બાન્દ્રા (10116), જયપુર-બાન્દ્રા (19723) અને દરભંગા-બાન્દ્રા (19625) ટ્રેનોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, ચાર ટ્રેનો બાન્દ્રા ટર્મિનસને બદલે બોરીવલીથી ઉપડશે. જેમાં બાન્દ્રા-ઉધના (19055), બાન્દ્રા-મડગાંવ (10115), બાન્દ્રા-જયપુર (19724) અને બાન્દ્રા-દરભંગા (19626) ટ્રેનોનો સમાવેશ થાય છે. રેલવેના આ નિર્ણયને કારણે, લાંબા અંતરના મુસાફરો તેમજ મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી અકર્તા પ્રવાસીઓને આગામી 75 દિવસ માટે પોતાની મુસાફરીના આયોજનમાં ફેરફાર કરવો પડી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 07:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK