Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારે માઝગાવની કૅન્સર ઇન્સ્ટિટ્યૂટમાં કરાવ્યું ચેક-અપ

શરદ પવારે માઝગાવની કૅન્સર ઇન્સ્ટિટ્યૂટમાં કરાવ્યું ચેક-અપ

Published : 29 November, 2026 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૌતમ અદાણીએ શરદ પવારને મળી ખબર પૂછ્યા.

શરદ પવાર

શરદ પવાર


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (NCP-SP)ના ચીફ શરદ પવારે સાઉથ મુંબઈની હૉસ્પિટલમાં ચાલતી તેમની સારવાર દરમ્યાન મુંબઈની કૅન્સર ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી જેમાં તેમણે પોતાનું રૂટીન ચેક-અપ કરાવ્યું હોવાનું NCP-SPનાં સૂત્રોએ જણાવ્યું હતું. ૮૫ વર્ષના શરદ પવારને ડીહાઇડ્રેશનના કારણે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શરદ પવારે શુક્રવારે રાત્રે માઝગાવમાં આવેલી પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર હેડ ઍન્ડ નેક કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં જઈને ચેક-અપ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શરદ પવાર કૅન્સરથી પીડિત હતા અને આ રોગ સામે તેઓ ઝઝૂમી ચૂક્યા છે. કૅન્સર મટી ગયું હોવા છતાં તેઓ દર ૬ મહિને ફૉલો-અપ તથા નિયમિત ચેક-અપ માટે આ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લે છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ શરદ પવાર ચેક-અપ કરાવ્યા પછી પોતાની જ કારમાં પાછા બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ ગયા હતા. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ ગઈ કાલે સવારે શરદ પવારને મળ્યા હતા અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. જોકે એ જ દિવસે ફરી પાછા તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK