Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નારીશક્તિને આપેલું વચન પૂ રું કરીશું મ‌હિલા અનામતના માર્ગમાં આવનારા દરેક અવરોધને દૂર કરીશું

નારીશક્તિને આપેલું વચન પૂ રું કરીશું મ‌હિલા અનામતના માર્ગમાં આવનારા દરેક અવરોધને દૂર કરીશું

Published : 29 November, 2026 12:16 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંસદના આગામી સત્રમાં સીમાંકન અને મહિલા પ્રતિનિધિત્વ વિશે ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ વચ્ચે વડા પ્રધાનની આ પોસ્ટને રાજકીય રીતે અત્યંત મહત્ત્વની અને સૂચક માનવામાં આવી રહી છે.

નારીશક્તિને વચન

નારીશક્તિને વચન


સંસદમાં સુધારેલું સીમાંકન બિલ રજૂ થાય એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત પ્રત્યેની પોતાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. નરેન્દ્ર મોદીએ શનિવારે સોશ્યલ મીડિયા પર ૫૩ સેકન્ડનો એક જૂનો વિડિયો પોસ્ટ કરીને વિરોધ પક્ષોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. આ વિડિયો-ક્લિપ ૨૦૨૬ની ૧૮ એપ્રિલે તેમણે કરેલા દેશજોગ સંબોધનનો હિસ્સો છે જેને શૅર કરીને તેમણે દેશની ‘નારીશક્તિ’ને આપેલું વચન પૂરું કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

વિડિયો-સંદેશમાં નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલા અનામતના માર્ગમાં આવનારા દરેક અવરોધને સરકાર દૂર કરશે અને પોતાનું વચન ચોક્કસ પૂરું કરશે. વિરોધ કરનારા રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું કે વિરોધી પક્ષો સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારતાં તેમને નહી અટકાવી શકે.



નરેન્દ્ર મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે મહિલા અનામત માટે દેશની ૧૦૦ ટકા નારીશક્તિના આશીર્વાદ તેમની સાથે છે. સંસદના આગામી સત્રમાં સીમાંકન અને મહિલા પ્રતિનિધિત્વ વિશે ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ વચ્ચે વડા પ્રધાનની આ પોસ્ટને રાજકીય રીતે અત્યંત મહત્ત્વની અને સૂચક માનવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 12:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK