Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે પોલીસના ભરોસે ૭૮૨ કુટુંબોમાં ફરી આનંદમંગલ

થાણે પોલીસના ભરોસે ૭૮૨ કુટુંબોમાં ફરી આનંદમંગલ

Published : 29 November, 2026 10:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભરોસા સેલ દ્વારા કાઉન્સેલિંગ બાદ ૨૦૨૨થી અત્યાર સુધીમાં ૭૮૨ ફૅમિલીમાં ‌વિવાદો અને ‌વિખવાદો દૂર થયા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


છેલ્લાં પાંચ વર્ષમાં થાણે પોલીસના પ્રયત્નોના કારણે ૭૮૨ કુટુંબોના જીવનમાં સુખ અને આનંદ ફરી પ્રવેશ્યાં હતાં અને ઘરોમાં ચાલતા વિવાદોને દૂર કરીને કુટુંબો ફરી એક થયાં હતાં. થાણે પોલીસના ભરોસા સેલ દ્વારા ૨૦૨૨થી ૨૦૨૬ નવેમ્બર દરમ્યાન ૭૮૨ કુટુંબોનો ફરી મેળાપ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભરોસા સેલ ક્રાઇમ બ્રાન્ચ હેઠળ ઊભું કરવામાં આવેલું મહિલાઓના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલવા માટેનું યુનિટ છે જેમાં ટ્રેઇન કરવામાં આવેલા કાઉન્સેલર્સ દ્વારા વૈવાહિક જીવનમાં ચાલતા કલેશ તથા કૌટુંબિક વિવાદો દૂર કરવામાં આવે છે. વિવિધ સેશન્સમાં જે-તે મહિલાઓને બોલાવી તેમને સમજાવવામાં આવે છે, તેમના પ્રશ્નો અને સમસ્યાઓને સમજી એનો ઉકેલ લાવવામાં આવે છે. ભરોસા સેલ દ્વારા ૨૦૨૨માં ૨૦૭, ૨૦૨૩માં ૧૪૬, ૨૦૨૪માં ૧૧૪, ૨૦૨૫માં ૧૪૯ અને ૨૦૨૬માં નવેમ્બર મહિના સુધી ૧૬૬ કુટુંબની સમસ્યાઓને દૂર કરી તેમને ફરી એક કરવામાં આવ્યાં હતાં. આ વિશે ભરોસા સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૭૮૨ કુટુંબોનું ફરી મિલન કરાવી આપવું એ ફક્ત આંકડાઓ નથી, આ કુટુંબોમાં ભરોસા, લાગણી અને આનંદનું વાતાવરણ ફરી વખત લાવી આપવા સમાન છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK