Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગોવા પછી, હવે બંગાળમાં પણ બિસલેરી લૅબ ટેસ્ટમાં ફેલ: FSSAIએ કેસને મંજૂરી આપી

ગોવા પછી, હવે બંગાળમાં પણ બિસલેરી લૅબ ટેસ્ટમાં ફેલ: FSSAIએ કેસને મંજૂરી આપી

Published : 28 November, 2026 04:18 PM | IST | Kolkata
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રાથમિક અને રૅફરલ એમ બન્ને પ્રયોગશાળાઓએ આ બાબતની પુષ્ટિ કરી છે. આ કિસ્સામાં, ૧૨ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ માત્ર એક ચોક્કસ બૅચનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)

પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)


બિસલેરીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગોવા બાદ હવે બંગાળમાં તેના પ્લાન્ટમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાં બૅક્ટેરિયા મળી આવ્યા બાદ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) એ કંપનીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. પ્રયોગશાળા (લૅબ) પરીક્ષણથી જાણવા મળ્યું કે નમૂના લધેલું પાણી પીવા માટે અસુરક્ષિત હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નમૂનો જલપાઈગુડી જિલ્લાના તેલીપાડા ગામમાં આવેલા બિસલેરીના પ્લાન્ટમાંથી લેવામાં આવ્યો હતો.

વિશ્લેષણ દરમિયાન પાણીમાં કોલિફોર્મ બૅક્ટેરિયાની હાજરી



પ્રાથમિક અને રૅફરલ એમ બન્ને પ્રયોગશાળાઓએ આ બાબતની પુષ્ટિ કરી છે. આ કિસ્સામાં, ૧૨ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ માત્ર એક ચોક્કસ બૅચનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ, રવિવારે FSSAIએ સામે પણ આવી જ કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. ગોવામાં આવેલા તેના પ્લાન્ટમાંથી લેવામાં આવેલા નમૂનાનું પરીક્ષણ કરવામાં આવતા તે અસુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. તે દરમિયાન, બિસલેરીએ જણાવ્યું છે કે તેમનું પાણી પીવા માટે સુરક્ષિત છે અને તેઓ આ બાબતે FSSAIને સહકાર આપશે.


ગોવા વિવાદ બાદ બિસલેરીની સ્પષ્ટતા : અમારું પાણી પીવા માટે સેફ, થર્ડ પાર્ટી લૅબ-ટેસ્ટમાં બધું જ બરાબર

ટોચની પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરની બ્રૅન્ડ બિસલેરી ઇન્ટરનૅશનલ વિરુદ્ધ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવા અહેવાલો બાદ આ મામલે નવો વળાંક આવ્યો હતો. બિસલેરી ઇન્ટરનૅશનલ દ્વારા થર્ડ પાર્ટી લૅબોરેટરી-ટેસ્ટ બાદ બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર એમની બૉટલનું પાણી પીવા માટે સેફ છે. ઉલ્લેખનીય છે કે ફૂડ-સેફ્ટીના નિયમોમાં અપાયેલી મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં કૅન્સરજન્ય તત્ત્વ બ્રોમેટ બિસલેરીની બૉટલના પાણીમાં જણાયા બાદ FSSAIએ બિસલેરી ઇન્ટરનૅશનલ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હોવાના અહેવાલ રવિવારે હતા. જોકે તે બાદ બિસલેરીએ જણાવ્યું હતું કે તેમણે કરાવેલી લૅબ-ટેસ્ટમાં પાણીમાં બ્રોમેટનું પ્રમાણ મર્યાદામાં હોવાનું જણાયું છે. આ મામલો ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં બિસલેરીના ગોવા મૅન્યુફૅક્ચરિંગ યુનિટના એક બૅચની પ્રોડક્ટ સાથે જોડાયેલો છે જેમાં બ્રોમેટનું સ્તર વધારે જોવા મળ્યું હતું. પરીક્ષણમાં પાંચ નમૂનાઓમાં બ્રોમેટનું સ્તર યોગ્ય હતું પણ છઠ્ઠા નમૂનામાં ૧૦ માઇક્રોગ્રામ પ્રતિ લીટરની નિર્ધારિત મર્યાદા સામે ૧૨ માઇક્રોગ્રામ પ્રતિ લીટર સ્તર નોંધાયું હતું. ત્યાર બાદ બાવીસ નવેમ્બરે FSSAIએ નમૂનાને ફરીથી પરીક્ષણ માટે રેફરલ લૅબોરેટરીમાં મોકલ્યો હતો જેમાં બ્રોમેટનું સ્તર યોગ્ય માત્રામાં હતું, પરંતુ પૉલિન્યુક્લિયર ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી જોવા મળતાં સ્પષ્ટતા માટે થર્ડ પાર્ટી-ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ ક્લિયર અને સેફ હોવાનું બિસલેરીએ જણાવ્યું હતું. જોકે રવિવારે કાર્યવાહીની મંજૂરી અપાયા બાદ FSSAI દ્વારા એમનો સંપર્ક કરવામાં ન આવ્યો હોવાનું પણ ‌બિસલેરીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 04:18 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK