2020માં રિલીઝ થશે રાઉડી રાઠોડની સિક્વલ, જાણો કોણ હશે હીરો ?
2020માં રિલીઝ થશે રાઉડી રાઠોડની સિક્વલ
સંજય લીલા ભણસાલીના બેનરમાં બનેલી અક્ષય કુમાર અને સોનાક્ષી સિંહા સ્ટારર ફિલ્મ રાઉડી રાઠોડની સિક્વલ પર ફિલ્મમેકર્સે કામ શરુ કરી દીધુ છે. આવનારા 3 મહિનાઓમાં સ્ક્રિપ્ટિંગનું કામ પુરૂ થઈ જશે અને ત્યારબાદ ફિલ્મ માટે કાસ્ટિંગ કરવામાં આવશે. રાઉડી રાઠોડની સિક્વલમાં હાલ માત્ર અક્ષય કુમારનું નામ સામે આવી રહ્યું છે.
અક્ષય કુમાર પહેલા પણ રાઉડી રાઠોડની સિક્વલને લઈને વાત કરી ચૂક્યા છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' માટે જ્યારે તેમણે તેમની ફિલ્મ 'પેડમેન'ની રિલીઝ તારીખ આગળ વધારી હતી ત્યારે રાઉડી રાઠોડની સિક્વલ માટે વાત કરી હતી. એ સમયે અક્ષય કુમારે મજાક કરતા કહ્યું હતું કે, પેડમેનની તારીખ બદલવાના બદલે ભણસાલીએ તેમની સાથે રાઉડી રાઠોડની સિક્વલ બનાવવી જોઈએ
ADVERTISEMENT
માનવમાં આવી રહ્યું છે કે, રાઉડી રાઠોડની જેમ જ તેની સિક્વલ પણ મસાલેદાર ફિલ્મ હશે અને તેનું શૂટિંગ આવતા વર્ષે શરુ થશે સાથે જ ફિલ્મ 2020માં જ રિલીઝ થશે. અક્ષય કુમારની ફિલ્મ કેસરી હાલમાં જ રિલીઝ થઈ હતી જે સુપરહિટ થઈ હતી. અક્ષય કુમાર હાલ સુર્યવંશીના શૂટને લઈને બૅન્ગકોકમાં વ્યસ્ત છે અને બૅન્ગકોકના રસ્તાઓ પર બાઈક ચલાવતા ફોટા વાયરલ થયા હતા.
આ પણ વાંચો: હેલિકૉપ્ટર પર કૅઝ્યુઅલી લટકતો અક્ષયકુમાર
રાઉડી રાઠોડમાં અક્ષય કુમારે પોલીસ ઈન્સપેક્ટરનો રોલ કર્યો હતો અને તેમનો સાથ નિભાવ્યો હતો સોનાક્ષી સિન્હાએ. આ ફિલ્મમાં અક્ષય કુમાર ડબલ રોલમાં જોવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે રાઉડી રાઠોડની જેમ તેની સિક્વલ પણ લોકોને ધમાકેદાર એક્શન સાથે કોમેડીનું કોમ્બો મનોરંજન કરાવશે