Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફોન પર વાત કરતાં લાખો ગાયબ, ઑનલાઈન ફ્રૉડનો શિકાર બની આ અભિનેતાની પત્ની

ફોન પર વાત કરતાં લાખો ગાયબ, ઑનલાઈન ફ્રૉડનો શિકાર બની આ અભિનેતાની પત્ની

05 May, 2024 02:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દરરોજ લોકો ઑનલાઈન ફ્રૉડનો શિકાર બની રહ્યાં છે. અભિનેતા રાકેશ બેદીની પત્ની તેનો શિકાર બની છે. રાકેશ બેદી ફરી એકવાર મુશ્કેલીમાં છે. તેમની પત્ની સાયબર ફ્રૉડનો શિકાર બની છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


Cyber Crime: દરરોજ લોકો ઑનલાઈન ફ્રૉડનો શિકાર બની રહ્યાં છે. અભિનેતા રાકેશ બેદીની પત્ની તેનો શિકાર બની છે. રાકેશ બેદી ફરી એકવાર મુશ્કેલીમાં છે. તેમની પત્ની સાયબર ફ્રૉડનો શિકાર બની છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના બૅન્ક ખાતામાંથી લગભગ 5 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.

આજકાલ શોપિંગથી લઈને પૈસાની લેવડ-દેવડ ઈન્ટરનેટના માધ્યમથી સરળતાથી થઈ રહી છે. દરરોજ લોકો ઑનલાઈન છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે.



સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ સેલેબ્સ પણ તેનો શિકાર બની રહ્યાં છે. બૉલિવૂડ એક્ટર અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ રાકેશ બેદી ફરી એકવાર મુશ્કેલીમાં છે. તેમની પત્ની સાયબર ફ્રોડનો શિકાર બની છે. (Cyber Crime)


રાકેશ બેદીની પત્ની આરાધના સાથે થઈ લાખો રૂપિયાની છેતરપિંડી
ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, રાકેશ બેદીની પત્ની આરાધના બેદી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરાધનાને ફોન આવ્યો કે તે બૅન્કમાંથી ફોન કરી રહી છે અને પૈસા તેના ખાતામાં ખોટી રીતે ટ્રાન્સફર થઈ ગયા છે. આવી સ્થિતિમાં, પૈસા ફરીથી સાચા ખાતામાં મોકલવા પડશે, જેના માટે તમારે તમારો OTP શૅર કરવો પડશે.

આરાધનાને તે વ્યક્તિ પર શંકા ગઈ અને તેણે કૉલ ડિસ્કનેક્ટ કરી દીધો. જોકે, તેમ છતાં તેના ખાતામાંથી 4.98 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. છેતરપિંડી થયા બાદ આરાધનાએ બૅન્ક અને પછી મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો, ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી. મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં તેની નોંધણી કરવામાં આવી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.


રાકેશ બેદી સાથે છેતરપિંડી થઈ હતી
Cyber Crime: થોડા મહિના પહેલા અભિનેતા રાકેશ બેદી સાથે પણ છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જેમાં તેમને 75 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. હવે આ ઘટના આરાધના બેદી સાથે બની છે.

રાકેશ બેદીની અભિનય કારકિર્દી
રાકેશ બેદીએ ટેલિવિઝનથી લઈને બોલિવૂડ સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા છેલ્લે વિકી કૌશલની ફિલ્મ જરા હટકે ઝરા બચકે અને સની દેઓલ અભિનીત ગદર 2 માં જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ (Mumbai) માં સાયબર ક્રાઈમ (Cyber Crime) નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા સાથે ૨૫ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું છે. મહિલાએ ગોલ્ડ લોન લીધી અને તેના તમામ શેર વેચીને પૈસા સાયબર ગુનેગારોને ટ્રાન્સફર કર્યા. ૨૫ કરોડ ગુમાવ્યા બાદ તેને સમજાયું કે, તેની સાથે છેતરપિંડી થઈ છે.

કોર્પોરેટ ફર્મની ભૂતપૂર્વ ડિરેક્ટર મહિલા ૨૫ કરોડ રુપિયાના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા હતા. મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસ (Mumbai Cyber Crime Police) આ ઓનલાઈન ફ્રોડ કેસની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસ (Mumbai Police) એ કહ્યું કે, ૩૧ બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ છેતરપિંડી છ ફેબ્રુઆરીથી ત્રણ એપ્રિલની વચ્ચે થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK