Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાપા ધર્મેન્દ્રને સૌથી વધુ રોમૅન્ટિક માને છે બૉબી દેઓલ

પાપા ધર્મેન્દ્રને સૌથી વધુ રોમૅન્ટિક માને છે બૉબી દેઓલ

06 May, 2024 05:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં સની દેઓલ અને બૉબી દેઓલ આવ્યા હતા. એ દરમ્યાન તેમણે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે ચર્ચા કરી હતી.

બૉબી દેઓલ , ધર્મેન્દ્રન

બૉબી દેઓલ , ધર્મેન્દ્રન


બૉબી દેઓલ તેના પાપા ધર્મેન્દ્રને સૌથી વધુ રોમૅન્ટિક વ્યક્તિ માને છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં સની દેઓલ અને બૉબી દેઓલ આવ્યા હતા. એ દરમ્યાન તેમણે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે ચર્ચા કરી હતી. બૉબીને ૧થી ૧૦૦ના સ્કેલ પર પોતાને, સની દેઓલને અને પાપા ધર્મેન્દ્રને રોમૅન્ટિક હોવા માટે રેટિંગ આપવા કહ્યું હતું તો એનો જવાબ આપતાં બૉબીએ કહ્યું કે ‘પાપા કો તો એક લાખ આએંગે. પાપા જૈસા રોમૅન્ટિક કોઈ નહીં હૈ.’

ઍનિમલ’માં ત્રણ વખત લગ્ન કરવા વિશે બૉબીએ કહ્યું : અમે દેઓલ ખૂબ રોમૅન્ટિક હોઈએ છીએ
બૉબી દેઓલની ફિલ્મ ઍનિમલ’માં તેનું કૅરૅક્ટર અબ્રાર હક ત્રણ વખત લગ્ન કરે છે. એથી એક ફૅન તેને કહે છે કે તેને પણ તેના રોલની જેમ રિયલમાં ત્રણ લગ્ન કરવાં છે, પરંતુ તેની વાઇફ તેને પરમિશન નથી આપતી. આ સાંભળીને બૉબી હસવા માંડે છે. એનો જવાબ આપતાં બૉબીએ કહ્યું, ‘સમસ્યા એ છે કે દેઓલ ખૂબ રોમૅન્ટિક હોય છે. હમારા દિલ ભરતા હી નહીં. જોકે મારું એવું માનવું છે કે ખરા પ્રેમનું પણ અસ્તિત્વ છે. મારાં લગ્નને ૨૮ વર્ષ થયાં છે. હું નસીબદાર છું કે મને અદ્ભુત, સિમ્પલ, સુંદર વાઇફ મળી છે, જેનું નામ તાન્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 05:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK