Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગીરગાંવમાં સાઈકલે સર્જ્યો વિવાદ, છૂટા હાથની મારામારીમાં એક વ્યક્તિનું મોત

ગીરગાંવમાં સાઈકલે સર્જ્યો વિવાદ, છૂટા હાથની મારામારીમાં એક વ્યક્તિનું મોત

05 May, 2024 04:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ સંદર્ભે વીપી રોડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ગિરગાંવના મુગભાત લેનના પારિજાત સદન વિસ્તારમાં બની હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ગિરગાંવમાં સાયકલને લઈને થયેલા ઝઘડામાં પિતા-પુત્રએ 55 વર્ષીય વ્યક્તિને ઢોર માર માર્યો
  2. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું
  3. સંદર્ભે વીપી રોડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે

ગિરગાંવમાં સાયકલને લઈને થયેલા ઝઘડામાં પિતા-પુત્રએ 55 વર્ષીય વ્યક્તિને ઢોર માર માર્યો, જેના કારણે તેનું મોત (Mumbai Crime News) નીપજ્યું હતું. આ સંદર્ભે વીપી રોડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ગિરગાંવના મુગભાત લેનના પારિજાત સદન વિસ્તારમાં બની હતી.

મૃતક મુકેશ મોરજકરનો પુત્ર (55) તેની સાયકલ બિલ્ડિંગ (Mumbai Crime News)ની નીચે પાર્ક કરે છે. વિવાદને કારણે વિપુલ રાઉત (32) અને વિકાસ રાઉત (62) અને મોરજકર ઝપઝપી થાય છે. આ મારામારીમાં તેનું માથું દીવાલ સાથે અથડાયું હતું. માર લાગ્યા બાદ મોરજકર ભાંગી પડ્યો હતો. તેને તાત્કાલિક જીટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાંના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.



આ મામલે અકસ્માતે મોત (Mumbai Crime News)નો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, મોરજકરની પત્ની મોહિની મોરજકરે વીપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, રાઉત પિતા-પુત્રએ તેના પતિને માર માર્યો હતો. આ પછી પોલીસે આ મામલામાં હત્યાનો ગુનો નોંધ્યો હતો અને ગુરુવારે મધરાતે વિકાસ અને વિપુલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી.


૧૧૦ની સ્પીડમાં રૉન્ગ સાઇડ પર બાઇક-સ્ટન્ટ કરતા યંગસ્ટરે જીવ ગુમાવ્યો

૧૧૦ કિલોમીટરની સ્પીડમાં બાઇક ચલાવીને વિડિયો ઉતારવાના ચક્કરમાં મલાડમાં રહેતા ૨૧ વર્ષના પ્રિયેશ ભિંગારદીવેએ જીવ ગુમાવ્યો હતો. શુક્રવારે બનેલી આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવકનો વિડિયો રેકૉર્ડ કરનાર ૧૯ વર્ષનો ગુજરાતી યુવક કુણાલ ઠક્કર ગંભીર રીતે જખમી થયો હતો. વેસ્ટર્ન સબર્બ્સમાં રહેતા ૬ ફ્રેન્ડ્સ ગુરુવારે મોડી રાતે બાઇક પર જૉય-રાઇડ માટે નીકળ્યા હતા ત્યારે પ્રિયેશ બોરીવલી-ઈસ્ટથી દહિસર તરફના બ્રિજ પર રૉન્ગ સાઇડમાં બાઇક દોડાવી રહ્યો હતો ત્યારે સામેથી આવતી કાર સાથે અથડાતાં તે બાઇક સાથે હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાતાં તેનું મૃત્યુ થયું હતું. MHB પોલીસ સ્ટેશને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.


બોરીવલી, મલાડ અને મીરા રોડ રહેતા સ્કૂલના મિત્રો અર્જુન વાલા, પ્રિયેશ ભિંગારદીવે, કુણાલ ઠક્કર, દીપ મીરાણી, યશ ગોડા અને પ્રિયમ મેવાડા બુધવારે મહારાષ્ટ્ર ડેની રજા હોવાથી જમવા માટે સાંજે બાઇક પર બાંદરા ગયા હતા એમ જણાવતાં MHB પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે, “જમીને પાછા ફર્યા બાદ તેઓ દહિસરના પ્રમીલાનગર ખાતે બાઇક પર બેસીને ગપ્પાં મારી રહ્યા હતા ત્યારે રાતે અઢી વાગ્યે પ્રિયેશ સોહમની બાઇક લઈને ગયો હતો, પણ જ્યારે તે પાછો આવી રહ્યો હતો ત્યારે વિરુદ્ધ દિશામાં બાઇક ચલાવતો હતો. તેની બાઇકની સ્પીડ ૧૧૦ની હોવાથી બાઇકનું સંતુલન ગુમાવી દેતાં સામેથી આવતી કાર અને વિડિયો રેકૉર્ડ કરી રહેલા કુણાલ સાથે અથડાયો હતો. બન્નેને ભગવતી હૉસ્પિટલ લઈ જવાયા હતા, પણ પ્રિયેશને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. કુણાલને પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યો છે.”

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK