Prasthanam Teaser: એક્શનથી ભરપૂર છે સંજય દત્તની ફિલ્મ, ટીઝર થયું રિલીઝ
પ્રસ્થાનમમાં સંજૂબાબાનો આ અવતાર
જબરજસ્ત એક્શનથી ભરેલા ટીઝરમાં સંજય દત્ત એક બાહુબલી અંદાજમાં જોવા મળે છે. ટીઝરમાં બધાં જ મુખ્ય પાત્રોની ઝલક બતાવવામાં આવી છે.
સંજય દત્તે પોતાના 60માં જન્મદિવસના અવસરે પોતાની હોમ પ્રૉડક્શન ફિલ્મ પ્રસ્થાનમનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં સંજય એક વાર ફરી પોતાના જુના અંદાજમાં જોવા મળે છે.
ADVERTISEMENT
Witness the war for power with #Prasthanam! Proudly presenting the #PrasthanamTeaser - https://t.co/6GZOMwVre8
— Sanjay Dutt (@duttsanjay) July 29, 2019
In Cinemas on 20th September 2019.@mkoirala @bindasbhidu @ChunkyThePanday @alifazal9 @AmyraDastur93 @satyajeet_dubey @chahattkhanna #DivinaaThackur
પ્રસ્થાનમ આ નામથી આવેલી તેલુગુ ફિલ્મની રીમેક છે, જેને દેવી કટ્ટાએ નિર્દેશિત કરી છે. ફિલ્મ સંજય સાથે મનીષા કોઇરાલા, જેકી શ્રૉફ, ચંકી પાંડેય, અલી ફઝલ અને અમાયરા દસ્તૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે. જબરજસ્ત એક્શનથી ભરપૂર આ ટીઝરમાં સંજય એક બાહુબલી રાજનેતાના અંદાજમાં જોવા મળે છે. ટીઝરમાં બધાં જ મુખ્ય કલાકારોની ઝલક બતાવવામાં આવી છે. ટીઝરમાં ફિલ્મની હુક લાઇન હક દોગે તો રામાયણ શુરૂ હોગી, છીનોગે તો મહાભારત, ફિલ્મની થીમ પર બંધબેસે છે. સંજય દત્તે પડદા પર ગેન્ગસ્ટરની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી છે. હવે તે તાકતવાન મહાત્વાકાંક્ષી પૉલિટિશિયનના પાત્રમાં આવ્યા છે. આ ટીઝર સાથે સંજય દત્તે લખ્યું છએ કે પ્રસ્થાનમ સાથે તાકાત અને યુદ્ધના સાક્ષી બનો.
2010માં આવેલી તેલુગુ ફિલ્મ પ્રસ્થાનમ પૉલિટિકલ એક્શન ફિલ્મ છે, જેને દેવા કટ્ટાએ જ નિર્દેશિત કરી હતી. પ્રસ્થાનમ હાલના સમયમાં મુખ્ય ફિલ્મોમાં સામેલ છે. ફિલ્મ બૉક્સ ઑફિસ સાથે ક્રિટિક્સના મામલે પણ સફળ રહી હતી. પ્રસ્થાનમમાં સર્વાનંદ, સાઇ કુમાર, સંદીપ કિશન, રૂબી પરિહાર અને મહેશ શંકર પણ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મનું નિર્માણ ઘણા સમયથી કરવા માગતા હતા.
આ પણ વાંચો : Sanjay Dutt:જુઓ ‘બાબા’ના અનસીન ફેમિલી ફોટોઝ
સંજયના જેલ ગયા પછી તેની પત્ની માન્યતા દત્તે આ મિશનને આગળ વધાવ્યું અને હવે હિન્દી રીમેકની પ્રૉડ્યુસર પણ છે. સંજય દત્તની પ્રસ્થાનમ 20 સપ્ટેમ્બરના રિલીઝ થઈ રહી છે.