Samay Raina`s India`s Got Latent is back on YouTube:સમય રૈના ફરી એકવાર પોતાના શો `ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ` સાથે યુટ્યુબ પર વાપસી કરી છે. ગયા મહિને તે વિવાદોમાં ઘેરાયેલો હતો અને તેણે પોતાની ચેનલમાંથી બધા વીડિયો ડિલીટ કરવા પડ્યા હતા.
સમય રૈના ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
સમય રૈના ફરી એકવાર પોતાના શો `ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ` સાથે યુટ્યુબ પર વાપસી કરી છે. ગયા મહિને તે વિવાદોમાં ઘેરાયેલો હતો અને તેણે પોતાની ચેનલમાંથી બધા વીડિયો ડિલીટ કરવા પડ્યા હતા. કારણ કે રણવીર અલ્લાહબાદિયાના વિવાદાસ્પદ પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો. પરંતુ હવે એવું લાગે છે કે બધું પટ્રી પર આવી ગયું છે. કારણ કે શોના કેટલાક ભાગો તેની ચેનલ પર જોઈ શકાય છે.
સમય રૈનાની યુટ્યુબ ચેનલ પર ચાર મહિના જૂના વીડિયો દેખાય છે, જેમાં સેલિબ્રિટીઓ આવ્યા હતા અને લાખો વ્યૂઝ મળ્યા હતા. યુટ્યુબરની મૂળ ચેનલ હજી પણ નિષ્ક્રિય છે. તેના પર કોઈ વીડિયો નથી. જે પણ ક્લિપ્સ દેખાય છે, તે તેની બીજી ચેનલ પર છે. હાલમાં તેના પર કુલ 522 વીડિયો દેખાય છે, જે મેમ્બરશીપ ધરાવતા અને મેમ્બરશીપ વિનાના પણ લોકો જોઈ શકે છે.
ADVERTISEMENT
સમય રૈનાએ બધા વીડિયો હટાવી દીધા હતા
સમય રૈના વિવાદ વચ્ચે વિદેશમાં પોતાના શો કરી રહ્યો છે. ફેબ્રુઆરીમાં, વિવાદ દરમિયાન, સમયે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં લખ્યું હતું કે, `જે કંઈ થઈ રહ્યું છે તે મારા માટે ખૂબ જ ભાવનાત્મક છે. મેં મારી યુટ્યુબ ચેનલમાંથી ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટના બધા વીડિયો હટાવી દીધા છે. મારો એકમાત્ર હેતુ લોકોને હસાવવાનો હતો. હું બધી તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી તેમની તપાસ નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય. આભાર.`
સમય રૈનાના પુનરાગમનથી ચાહકો ખુશ
હવે, મહિનાઓ પછી, શોના સેગમેન્ટ્સ ફરીથી ઑનલાઈન દેખાયા છે. જે મૂળ ચેનલ પર નહીં પરંતુ ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ ક્લિપ્સ નામના એક્ટિવ પેજ પર છે. હવે ફેન્સે તેના કમબૅક પર ખુશી વ્યક્ત કરી છે. તેઓ ખુલ્લા હાથે તેનું સ્વાગત કર્યું છે. એક યુઝરે લખ્યું, `2025 કમબૅકનું વર્ષ છે.` તો બીજા યુઝરે લખ્યું, `અત્યાર સુધીનું શ્રેષ્ઠ કમબૅક.` એક યુઝરે લખ્યું, `આખરે લેટેન્ટે કમબૅક કર્યું છે.`
સમય રૈના હાલમાં વિદેશ પ્રવાસ પર છે
તમને જણાવી દઈએ કે સમય રૈના હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર છે. તે યુરોપ, યુકે, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પોતાના શો કરી રહ્યો છે. 5 જૂનથી શરૂ થયેલો તેનો પ્રવાસ 20 જુલાઈએ સિડનીમાં સમાપ્ત થશે. હવે ચાહકોની નજર તેના પર ટકેલી છે કે તે પહેલાની જેમ એપિસોડ રિલીઝ કરશે કે કંઈક નવું લાવશે. સમય રૈના ફરી એકવાર પોતાના શો `ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ` સાથે યુટ્યુબ પર વાપસી કરી છે. ગયા મહિને તે વિવાદોમાં ઘેરાયેલો હતો અને તેણે પોતાની ચેનલમાંથી બધા વીડિયો ડિલીટ કરવા પડ્યા હતા. કારણ કે રણવીર અલ્લાહબાદિયાના વિવાદાસ્પદ પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો.

