જો કૅપ્ટન, સિલેક્ટર્સ અને ફૅન્સ એવું ઇચ્છે તો તે વાપસી કરી શકે છે. તે હજી પણ ટેસ્ટ-ક્રિકેટને પ્રેમ કરે છે. તેના શબ્દો ટેસ્ટ-ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.
માઇકલ ક્લાર્ક, વિરાટ કોહલી
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે પોતાની યુટ્યુબ ચૅનલ પર ભારતીય ટીમની ઇંગ્લૅન્ટ ટેસ્ટ-ટૂર વિશે મોટું નિવેદન આપ્યું છે. ૪૪ વર્ષનો ક્લાર્ક કહે છે, ‘મને એવું લાગે છે કે જો ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં ૫-૦થી અથવા ખરાબ રીતે હારી જાય તો ફૅન્સ ઇચ્છશે કે વિરાટ કોહલી નિવૃત્તિનો નિર્ણય બદલીને ફરીથી ટેસ્ટ-ક્રિકેટ રમે. જો કૅપ્ટન, સિલેક્ટર્સ અને ફૅન્સ એવું ઇચ્છે તો તે વાપસી કરી શકે છે. તે હજી પણ ટેસ્ટ-ક્રિકેટને પ્રેમ કરે છે. તેના શબ્દો ટેસ્ટ-ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.’
IPL 2025 જીત્યા બાદ વિરાટ કોહલીએ મેદાન પર એક ઇન્ટરવ્યુમાં યુવા પેઢીને ટેસ્ટ-ક્રિકેટને આદર આપવાની સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે ક્રિકેટનું આ પરંપરાગત ફૉર્મેટ તેમને વિશ્વમાં દરેક સ્થળે સન્માન અપાવશે.

