Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક પણ ફિલ્મ રિલીઝ નથી થઈ, પરંતુ ત્રીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે આમિરનો દીકરો જુનૈદ

એક પણ ફિલ્મ રિલીઝ નથી થઈ, પરંતુ ત્રીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે આમિરનો દીકરો જુનૈદ

28 April, 2024 07:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કામ પ્રત્યેની તેની ધગશ પ્રશંસનીય છે. જુનૈદ તેના ડૅડી આમિર ખાનનું નામ રોશન કરવાની સાથે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવવા માગે છે.

આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન

આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન


આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે પૂરી રીતે તૈયાર થઈ ગયો છે. તેની પહેલી ફિલ્મ હજી સુધી રિલીઝ નથી થઈ, પરંતુ ત્રીજી ફિલ્મનું તે શૂટિંગ શરૂ કરવાનો છે. જુનૈદ આગામી ફિલ્મ ‘મહારાજ’માં દેખાવાનો છે. આ ફિલ્મ ૧૮૬૨માં મંદિરમાં ચાલતી અનીતિ અને ભક્તોની ધાર્મિક લાગણી સાથે છેતરપિંડી પર પ્રકાશ પાડશે. આ ફિલ્મ સિવાય જુનૈદે થોડા સમય પહેલાં જ સાઈ પલ્લવી સાથેની અનટાઇટલ્ડ ફિલ્મનું જપાનમાં શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તે રોમૅન્ટિક રોલમાં દેખાવાનો છે. તેની બીજી ફિલ્મનું શૂટિંગ ૫૮ દિવસ ચાલ્યું હતું અને સમયની બરબાદી ન કરતાં જુનૈદે તેની ત્રીજી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. કામ પ્રત્યેની તેની ધગશ પ્રશંસનીય છે. જુનૈદ તેના ડૅડી આમિર ખાનનું નામ રોશન કરવાની સાથે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK