Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ રીલ માટે પિસ્ટલ પકડનારી યુવતી સામે કાનૂની કાર્યવાહી કરવાની માગણી થઈ

ઇન્સ્ટાગ્રામ રીલ માટે પિસ્ટલ પકડનારી યુવતી સામે કાનૂની કાર્યવાહી કરવાની માગણી થઈ

Published : 11 May, 2024 02:04 PM | IST | lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્સ્ટાગ્રામ પર ૨૦ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતી એક ઇન્ફ્લુઅન્સરને રીલ માટે હાથમાં પિસ્ટલ પકડવાનું ભારે પડી ગયું છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

લાઇફમસાલા

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


ઇન્સ્ટાગ્રામ પર ૨૦ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતી એક ઇન્ફ્લુઅન્સરને રીલ માટે હાથમાં પિસ્ટલ પકડવાનું ભારે પડી ગયું છે. લખનઉની જાણીતી યુટ્યુબર સિમરન યાદવે ભોજપુરી ગીત પર ડાન્સ કરતી હોય એવી રીલ મૂકી હતી, જેમાં તેણે સ્વૅગ બતાવવા માટે હાથમાં પિસ્ટલ પકડી હતી. થોડી સેકન્ડ બાદ તે હવામાં આમથી તેમ પિસ્ટલ લહેરાવીને જમીન પર ફેંકી દે છે અને ડાન્સ ચાલુ રાખે છે. એક વ્યક્તિએ આ વિડિયો શૅર કરીને સિમરન સામે પગલાં લેવાની માગણી કરી હતી. પોલીસે આ વાતને ધ્યાનમાં લઈને યુટ્યુબર સામે તપાસ શરૂ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2024 02:04 PM IST | lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK