આમિર ખાને સંભળાવી આપવીતી
આમિર ખાનની તસવીર
આમિર ખાન પહેલી વખત ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળવાનો છે. આ શો નેટફ્લિક્સ પર દર શનિવારે રાતે ૮ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. એનો પ્રોમો હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. શોમાં આમિર ખૂબ મસ્તીના મૂડમાં દેખાયો હતો. એ દરમ્યાન તેણે ‘PK’ ફિલ્મના રેડિયોના સીન વિશે પણ મજાક કરી હતી. આમિરનું કહેવું છે કે તેનાં બાળકો તેનું સાંભળતાં નથી. આ શોમાં આમિરે જણાવ્યું કે શોમાં જતાં પહેલાં કયાં કપડાં પહેરીને જવું એ માટે તેણે ઘરમાં ખૂબ ચર્ચા કરી હતી. આમિર મોટા ભાગે કોઈ અવૉર્ડ શોમાં ભાગ નથી લેતો. એ વિશે પૂછવામાં આવતાં આમિર કહે છે, ‘સમય ખૂબ કીમતી છે. એનો સદુપયોગ થવો જોઈએ.’